રેલી પૂર્વે સાજિશ?: કાનપુર નજીક રેલવે ટ્રેક તોડી નખાયો

લખનૌ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં આજે યોજાનારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિવર્તન મહારેલી પૂર્વે શું કોઈ રેલવે અકસ્માતની સાજિશ રચવામાં આવી હતી? શું ૨૦ નવેમ્બર આગ્રામાં યોજાયેલી પીએમની રેલી પૂર્વે કાનપુરની નજીક પુખરાયામાં થયેલ રેલ દુર્ઘટના પણ કોઈ સાજિશનો ભાગ હતી? સોશિયલ મીડિયા પર આવા સવાલો પૂછવામાં એટલા માટે આવી રહ્યા છે, કારણ કે શનિવારે મોડી રાત્રે કાનપુરના મંઘાનામાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા રેલવે ટ્રેક તોડી નાખ્યાની ઘટના સામે આવી હતી. સ્વયં રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પણ તેની પાછળ સાજિશ હોવાની આશંકાને યોગ્ય માની છે. રેલવે પ્રધાને રવિવારે રાત્રે કરવામાં આવેલા ટ્વિટને રિટ્વિટ કર્યું હતું, જેમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રવિવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ @AnkurSingh નામના ટ્વિટર હેન્ડલથી આ ટ્વિટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટમાં જણાવ્યું હતું કે લખનૌમાં મોદીની મહારેલી પૂર્વે ટ્રેન રેલવે દુર્ઘટનાનો પ્લાન હતો. છેલ્લે કાનપુરમાં પણ રેલવે દુર્ઘટનાના મોદીના કાર્યક્રમના થોડા સમય પહેલાં જ થઈ હતી. રેલવે પ્રધાને આ ટ્વિટને રિટ્વિટ કર્યું હતું, જેના આધારે એવું માની શકાય છે કે રેલવે મંત્રાલયને પણ શનિવારની આ ઘટના પાછળ સાજિશની આશંકા છે. આ અગાઉ કાનપુરના સાંસદ મુરલી મનોહર જોશીએ પણ પુખરાયામાં થયેલા રેલવે અકસ્માત પાછળ સાજિશની આશંકા વ્યક્ત કરી હતી.

home

You might also like