સ્માર્ટ બાળક જોયતું હોય તો પ્રેગ્નેન્સીમાં આ વસ્તુ ચોક્કસથી ખાવ

જો તમે ઇચ્છો છો કે તમારૂ આવનારૂ બાળક સ્માર્ટ અને એક્ટિવ હોય તો ખોરાકમાં પોષક તત્વો અને વિટામીનથી ભરપૂર આહાર લેવો જોઇએ. જે મહિલાઓ પ્રેગ્નેન્સી દરમ્યાન ડોક્ટર દ્વારા આપવામાં આવતી વિટામીન્સ સપ્લીમેન્ટ નિયમિત લે છે. તેમના બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વધારે સ્માર્ટ અને હોશિયાર હોય છે.

પ્રેગ્નેન્સી દરમ્યાના માતા જે પણ ખાય છે. તે ગર્ભમાં રહેલું બાળક ગ્રહણ કરે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન ફોલિક એસિડ ઉપરાંત રિબોફ્લેવિન, નિયાસિન અને વિટાનમીન બી 12, વિટામીન સી અને વિટામીન ડી લેનારી મહિલાઓના બાળકોમાં વિચારવાની ક્ષમતા મજબુત હોય છે. તેઓ સ્કૂલમાં પણ સારૂ પ્રદર્શન કરે છે.

પ્રેગ્નેન્સી દરમ્યાન માત્ર ખોરાકમાંથી જ એ તમામ જરૂરી પોષક તત્વો નથી મળી રહેતા, તેથી જ ખોરાક સાથે વિટામીન સપ્લિમેન્ટ ચોક્કસથી લેવા જોઇએ. શરૂઆતના ત્રણ વર્ષ જે બાળક તાજા ફળ, શાકભાજી અને અનાજ ખાય છે. તે બાળકોનું રિઝલ્ટ ઉમદા હોય છે. માનસિક અને શારીરિક રીતે બાળક સ્વસ્થ હોય તો તેનો આત્મવિશ્વાસ વધે છે.

http://sambhaavnews.com/

You might also like