સરકાર કાળાનાણા પર હજી પણ વધારે કડક પગલા ઉઠાવવાનાં મૂડમા

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર 500 અને 1000ની નોટને બંધ કર્યા બાદ કાળા નાણા અંગે વધારે કડક કાયદો લાવી શકે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કાળાનાણા પર લગામ લગાવવા માટે સરકાર વધારે કડક પગલા ઉઠાવવાની તૈયારી કરી રહી છે. જેમાં એક સીમાથી ઉપરની રકમની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.

મહેસુલ સચિવ હસમુખ ઔધિયાએ કહ્યું કે, 500-1000ની નોટ બંધ થયા બાદ ઘણા ફોલોઅપના પગલા પણ ઉઠાવવામાં આવશે. આ એક સતત ચાલનારી પ્રક્રિયા છે. અમે અલગ અલગ તક પર અલગ અલગ નિર્ણયો લેવા અંગે વિચારી રહ્યા છીએ. અઢિયાએ કહ્યું કે આ નિર્ણયનું ટાઇમિંગ જો કે ઉચ્ચ સ્તરથી નક્કી કરવામાં આવશે. અમે ઘણા વિકલ્પો અંચે વિચારણા કરી રહ્યા છીએ.

જો કે અંતમા વડાપ્રધાનને જે વિકલ્પ સૌથી વધારે પસંદ આવ્યો તેના પર અમલ કરાયો. તેના ટાઇમિંગ પાછળ વડાપ્રધાનની વિદેશયાત્રા પણ છે. વડાપ્રધાન ગુરૂવારથી જાપાન યાત્રા પર જઇ રહ્યા છે. સરકારે સપ્તાહાંતના બદલે અઠવાડીયાની મધ્યમાં આ જાહેરાત કરવી યોગ્ય સમજી.સરકારે કાળા નાણા પર લગામ લગાવવા માટે કેટલાક મહત્વનાં પગલા ઉઠાવ્યા છે.

You might also like