હારનો બદલો લેવા જીતેલા ઉમેદવારના ઘર પર હુમલો

અમદાવાદ: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદલ વઢવાણ તાલુકાના નગરા ગામે હારી ગયેલા એક ઉમેદવારે તેના સાગરીત સાથે જીતેલા ઉમેદવારના ઘર પર તલવારો અને ધારિયાથી હુમલો કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે નગરાની બેઠક પરથી ભાજપના ઘનશ્યામ રણછોડભાઇ વસવેલિયા અને કોંગ્રેસના મનસુખભાઇ પરાલિયા સામ સામે ચૂંટણી લડયા હળ. જેમાં ઘનશ્યામભાઇ સામે મનસુખભાઇ હારી ગયા હતા. આ હારની દાઝ રાખી મનસુખભાઇએ પોતાના ર૦ જેટલા સાગરીતો સાથે ઘનશ્યામભાઇના ઘરે ધારિયા અને લાકડીઓથી તૂટી પડી હુમલો કરતાં પાંચ જણાને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નગરા ગામના છ શખ્સો સામે ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

You might also like