રોજ એક ફોટો લો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, મૂડ સુધરશે

આમ તો આપણે સેલ્ફી લીધા કરવાની વધુ પડતી આદતોને હેલ્ધી નથી ગણતા; પરંતુ જે લોકો વધુ પડતા એકલપેટા હોય, સોશિયલી હળતા-ભળતા ન હોય અને લો મૂડ સાથે નીરસ જીવન જીવતા હોય તેમના માટે ફોટો પાડવાનું તેમની દવા જેવું બની શકે છે.

યાદ રહે કે અહીં ફોટોગ્રાફની વાત કરીએ છીએ, માત્ર સેલ્ફીની નહીં.

બ્રિટનની લેન્સેસ્ટર યુનિ.ના સંશોધકોનું કહેવું છે કે રોજ તમે જે કંઇ જુઓ કે જ્યાં પણ ફરો ત્યાંની એકાદ હટકે તસવીર પાડીને એને ઓનલાઇન શેર કરવાની આદત પાડી અને ઓનલાઇન શેર કરવાની આદત રાખો તો તેનાથી મૂડ સુધરે છે.

આવું કરવાથી તમારૂં  મગજ સક્રયિ રહે છે. આવું કરનારી વ્યક્તિ ઓછી એકલતા અનુભવે છે.

You might also like