ગરબે રમતાં, હેલ્થને ન અવગણતા

નવરાત્રિના ઉત્સાહમાં કયારેક આપણે હેલ્થની અવગણના કરી બેસીએ છીએ. નવરાત્રિ દરમિયાન રાત્રિના ઉજાગરા, ધૂળ માટી ભરેલા વાતાવરણમાં સતત ત્રણથી ચાર કલાક ગરબે ઘૂમવું આ બધી બાબતો ક્યારેક સમસ્યા રૃપ બની શકે છે. પાર્ટીપ્લોટોમાં ગરબે રમ્યા બાદ તમને શરદી, અવાજ બેસી જવો કે, ગળામાં દુખાવો થઈ શકે. સ્કિન પ્રોબ્લેમપણ થતા હોય છે. જો ૯૦ ડેસિબલ કરતાં વધારે અવાજ હોય તો એ ચોક્કસ કાનને પર્મેનન્ટ ડૅમેજ પહોંચાડે છે.

શ્વાસના પ્રોબ્લેમ
પાર્ટીપ્લૉટમાં હજારોની સંખ્યામાં ખેલૈયા ઝૂમતાં હોય છે ત્યારે ઊડતી ધૂળ અને માટીથી બચવું શકય હોતું નથી. ઊડતી ધૂળ-માટીને કારણે ખેલૈયાઓને હેલ્થ પ્રૉબ્લેમ્સ થતા હોય છે જેને ડસ્ટથી ઍલર્જી હોય અથવા અસ્થમાનો પ્રૉબ્લેમ હોય તે વ્યક્તિ તો ગરબા રમવાનું વિચારી શકતી નથી. નવરાત્રિ દરમિયાન ગળાના ઇન્ફેક્શન અને શ્વાસનો પ્રૉબ્લેમ થતો હોય એવા લોકો હોય છે.

સ્કિન પ્રૉબ્લેમ
નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ રમતાં હોય ત્યારે તેમને વધુ પરસેવો થાય છે,
પરંતુ જો કોટનનાં વસ્ત્રો ન પહેર્યાં હોય તો પરસેવો શોષાતો નથી જે શરીર માટે નુકસાનકારક છે. અમદાવાદના ડર્મેટોલોજિસ્ટ હિમાંશુ શાહ કહે છે કે, “પરસેવાના લીધે સ્કિન રેશ, પિમ્પલ્સ, ઍલર્જિક ખંજવાળ વગેરે તકલીફો ઊભી થઈ શકે છે. મોટા ભાગે લોકો રાત્રે ગરબા રમીને ઘરે જઈને નહાતા નથી. આમ એ કીટાણુ તેમના શરીર પર લાંબો સમય રહેતાં સ્કિનને નુકસાન પહોંચાડે છે. તેથી ગરબા રમીને ઘરે ગયા બાદ નાહીને પાઉડરિંગ કરવું જોઈએ અને ગરબા રમવા જતાં પહેલાં પણપાઉડરિંગ કરવું જરૃરી છે. આ ઉપરાંત ગરબા દરમિયાન પરસેવો થાય તો ટિશ્યૂથી લૂછતા રહેવું. જેથી ડર્મેટોલોજિકલ ડિસીઝ નિવારી શકાય. ગ્રૂપમાં મિત્રો એકબીજાનાં કપડાં પહેરવા લેતાં હોય છે તેના કારણે એકબીજાનો પરસેવો એકબીજાને લાગતાં સ્કિન એલર્જી થઈ શકે છે. બને તો એકબીજાનાં કપડાંપહેરવાનું કેકપડાં ભાડે લેવાનું ટાળવું. જો લેવા જ હોય તો ધોઈને પહેરવાં. આઉપરાંત સામાન્ય દિવસ કરતાં બે-ત્રણ કલાક સતત નાચવાને કારણે નવરાત્રિના દિવસોમાંપાણીની વધારે જરૃરપડે છે. આમ, સામાન્ય રીતે જેટલું પાણી પીતા હોઈએ એથી અડધાથી એક લિટર પાણી વધુ પીવું જરૃરી છે.”

ભૂમિકા ત્રિવેદી

નવરાત્રિમાં હેલ્થની સમસ્યાથી બચવા આટલું કરો
* શ્વાસની તકલીફ હોય તો સિમેન્ટના ફલોરવાળા ગ્રાઉન્ડમાં કે હૉલની અંદર યોજાતા ગરબા તમારા માટે સુરક્ષિત છે.
* નવરાત્રિમાં ફક્ત કૉટનનાંકપડાં પહેરવાનો આગ્રહ રાખો.
* નવરાત્રિના દિવસોમાં ત્રણથી ચાર લિટર એટલે કે ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ.
* બેથી ત્રણ કલાક સતત રમ્યાપછી શરીરને ૧૦ કલાકની ઊંઘ લેવી. જો સળંગ ૧૦ કલાકની ઊંઘ મળી શકે એમ ન હોય તો ટુકડાઓમાં ઊંઘ લેવી.

You might also like