શરદી-ઉધરસ થઇ હોય તો આ પાંચ કામ ક્યારેય ન કરશો

આજકાલ વાતાવરણમાં સતત પરિવર્તન થઇ રહ્યું છે. જેના કારણે લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થઇ રહી છે. આવા વાતાવરણમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડાક સતર્ક રહેવાની જરૂરત છે. જો તમને શરદી-ઉધરસ થઇ હોય તો આ પાંચ કામ ક્યારેય ન કરવા.

શરદી થાય ત્યારે પુરુષો દારૂ અને સિગરેટનું સેવન વધારે કરે છે. તેનાથી તમને વધારે મુશ્કેલી ઉત્પન્ન થઇ શકે છે. જો તમે સિગરેટનું સેવન કરતાં હશો તો ઠંડીને કારણે સંકોચાઇ ગયેલી રક્ત નળીઓની સંવદેના વધારે ઓછી થઇ જશે. જેના કારણે હાર્ટ એટેક અને ડાયાબિટીકના રોગીઓમાં પગના અલ્સર અને ન્યુરોપૈથીની ફરિયાદ થઇ શકે છે.

કેટલાક લોકો શરદી-ઉધરસ થાય ત્યારે જાતે જ દવા લઇ લે છે. જ્યાં સુધી બીમારીની યોગ્ય ઓળખ ન થાય ત્યાં સુધી જાતે દવા લેવી નહીં. જ્યારે પણ શરદીની તકલીફ થાય ત્યારે ડોક્ટર પાસે જાવ.

જો તમને શરદી હોય અચાનક ઠંડા વાતાવરણમાંથી ગરમમાં અને ગરમમાંથી ઠંડા વાતાવરણમાં ન જશો. તમારે શરીરના તાપમાનને ખાસ નિયંત્રિત રાખવાનું.

શક્ય હોય તો ઓફીસ જવાનું પણ ટાળો કેમકે તેનાથી અન્ય લોકોને પણ ચેપ ફેલાઇ શકે છે.

ઠંડી વસ્તુઓ આઇસક્રીમ, ભાત, દહીં અને કેળા જેવી વસ્તુઓથી દૂર રહો.

You might also like