લગ્નની શોપિંગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો..

લગ્ન તે દરેક વ્યક્તિ માટે તેમના જીવનનો ખાસ દિવસ હોય છે. આ દિવસે દરેક દુલ્હન સુંદર દેખાવા માગે છે જેથી કરીને સૌ કોઇની નજર તેની પર જ રહે. તેથી લગ્ન પહેલાં શોપિંગ કરતી વખતે થોડીક સ્માર્ટનેસ દેખાડવાની જરૂર છે. લગ્ન પહેલાં પણ કેટલાક એવા રિવાજો હોય છે જેમાં શું પહેરવું તે મુંઝવણ બની જાય છે. તો આવો જાણીએ શોપિંગ કરતી વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી

આઉટફીટ્સનું શોપિંગ
લગ્નમાં જ્યારે તમે ટ્રેડિશનલ આઉટફીટનું શોપિંગ કરતાં હોવ ત્યારે સાડી અવશ્ય લેવી કેમકે તે ઓલ ટાઇમ ફેવરિટ આઉટફીટ છે. પોતાના કલેક્શનમાં કેટલીક હેવી સાડીઓ પણ સામેલ કરવી. કોઇ ફેમિલી ફંક્શન દરમિયાન કે નજીકના કોઇ સંબંધીને ત્યાં કોઇ ફંક્શન હોય તો આવા આઉટફીટ એકદમ પરફેક્ટ રહે છે.

ન્યુ લૂકના ડ્રેસ
ડ્રેસની પસંદગી તમે તમારી પર્સનાલિટીને અનુસાર કરો. તે માટે તમારે થોડાક ન્યુ લૂકના ડ્રેસ ખરીદવા જોઇએ. તેનાથી તમે એકદમ અલગ દેખાશો.

ધાર્મિક પ્રસંગ
કોઇ ધાર્મિક પ્રસંગ માટે ભારે સલવાર સૂટ પણ ખરીદી શકો છો.

ટ્રેડિશનલ આઉટફીટ્સ
ટ્રેડિશનલ આઉટફીટ્સમાં અત્યારે અનારકલી ડ્રેસ ખુબ જ ફેમસ છે. ખાસ કરીને ફ્લોર લેન્થવાળો અનારકલી કુર્તો ટ્રાય કરો તે ગાઉન

કોમ્બિનેશન
આવનારા થોડાક દિવસો સુધી તમારે લાલ અને ગુલાબી રંગ સાથે કોમ્બિનેશન કરવું પડી શકે છે. તેથી પ્રી વેડિંગ પાર્ટીમાં તમે પર્પલ કલરને ટ્રાય કરી શકો છો.

ઇન્ડિયન વિયર્સ
ઇન્ડિયન વિયર્સમાં આજકાલ પટિયાલા સલવાર ખુબ જ ફેશનમાં છે. જો તમને તે પસંદ હોય તો તમે તેને પણ ટ્રાય કરી શકો છો.

આઉટફીટ સાથે એસેસરીઝ
દુલ્હનને દરેક પ્રકારના ફંક્શન માટે પહેલેથી જ તમામ તૈયારીઓ કરી લેવી જોઇએ. લગ્ન પહેલાના અને લગ્ન બાદના તમામ ફંક્શન માટે દુલ્હને ટ્રેડિશનલ, ફ્યુઝન અને વેસ્ટર્ન તમામ પ્રકારના આઉટફીટ તેમજ તેની સાથે મેચિંગ એસેસરીઝ પણ તૈયાર રાખવી જોઇએ.

You might also like