બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. આ જ કારણસર કેટલાક એક્સ્પર્ટ્સ એવી સલાહ આપતા હતા કે સ્ટેન્ડિંગ ડેસ્ક પર કામ કરવાથી બેઠાડુ જીવનનાં કારણે થતી તકલીફો ઓછી થશે, જો કે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સનાં નિષ્ણાતોનું કહેવું છે કે એનાથીયે વધુ સારો ઓપ્શન છે-પેડલિંગ ડેસ્ક.

એમાં બેઠાં બેઠાં કામ કરતી વખતે સાઈકલના પેડલ માર્યા કરવાની સિસ્ટમ ‌ફીટ કરેલી હોય છે. શરીરની મૂવમેન્ટ અને એના કારણે શરીરમાં થતા બદલાવ પર અભ્યાસ કરવામાં માહેર કીનેસિઓલોજિસ્ટ્સની ટીમનું કહેવું છે કે પેડલિંગ કરવાથી શરીરમાં સતત એક્ટિ‌વિટી-લેવલ ચાલુ રહે છે.

એનાંથી મગજની કામ કરવાની ક્ષમતામાં પણ કોઈ આડઅસર નથી થતી. ઈન ફેક્ટ, સંશોધકોનાં મતે ઊભા રહીને કામ કરવાથી લોહીમાં શુગરનું પ્રમાણ મેન્ટેન રાખવામાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ પેડલિંગ ડેસ્ક પર એક્ટિવિટી જળવાતી હોવાથી લોહીમાં શુગર અને ફેટી એસિડ્સનું લેવલ જાળવા રાખવામાં વધુ મદદ થાય છે.

You might also like