શું તમે પણ દૂધ સાથે દવા લો છો, તો હવેથી બંધ કરી દો, કારણ કે થાય છે નુકશાન!

કેટલાક લોકોને સામાન્ય રીતે દવા પાણીની જગ્યાએ દૂધ અથવા સોફ્ટ ડ્રિંક સાથે લેવાની આદત હોય છે. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે તે ખોટી રીત છે. દવા લેવા માટે સૌથી સુરક્ષિત પાણી છે, કારણ કે આવું કરવાથી દવા ગળામાં ફસાઈ જતી નથી.

વિશેષજ્ઞોનું માનવું છે કે પાણી સાથે દવા લેવાથી પેટ અને આંતરડામાં દવા ઝડપથી ઓગળવા લાગે છે. એટલું જ નહીં તાજુ પાણી કોઈપણ પ્રકારની દવાને ઝડપથી એબ્જોર્બ કરી શકે છે. સોફ્ટ ડ્રિંક, ચા, કોફી કે દૂધ સાથે દવા લેવાથી એલર્જી થવાની શક્યતા છે.

દૂધની સાથે કેલ્શિયમ અથવા વિટામીન ડીની દવા લઈ શકાય છે, પરંતુ અન્ય દવાઓ પાણી સાથે જ લેવી જોઈએ. કેપ્સૂલને પણ હૂંફાળા પાણી સાથે લેવાનું ન રાખો. તેનાથી કોટિંગ ઓગળી જવાનો ભય રહે છે. જો તમે પેરાસિટામોલ લઈ રહ્યા છો તો ગરમ પાણી સાથે લઈ શકો છો.

You might also like