દુનિયાના સુંદર બગીચાઓ પર એક નજર

લીલોતરીની વચ્ચે સમય પસાર કરવો કોને ન ગમે.. આખા દિવસની ભાગદોડ પછી આપણે ઘરના ગાર્ડનમાં રિલેક્સ થવા જતા જ હોઇએ છીએ કે પછી આપણા રહેણાક વિસ્તારની આજુબાજુમાં આવેલા ગાર્ડનમાં જતા હોઇએ છીએ. ત્યારે અહીં કેટલાક એવા ગાર્ડન રજૂ કરવા જઇ રહ્યાં છીએ કે જે વિશ્વના સુંદર અને અદભૂત બગીચાઓ છે. જો તમને ગબીચાઓ ફરવાનો શોખ હોય તો એક વખત આ બગીચાઓના સુંદર નજારાઓ પર પણ નજર કરી લેજો..

વર્સેલ્સ ગાર્ડનઃ ફ્રાંસના વર્સેલ્સમાં લુઇસ 15ની સહમતિ પછી ફ્રાંસના જાણિતા લેડસ્કેપ ડિઝાઇનર આંદ્રે લે નોટ્રેએ ચેતાઉ દે વર્સેલ્સ ગાર્ડનને 17મી શતાબ્દીમાં પેરિસના દક્ષિણપશ્ચિમમાં તૈયાર કર્યો હતો. રાજા ઇચ્છતા હતા કે તે બગીચો વર્સેલ્સની શાન બને. 101 હેક્ટરમાં ફેલાયેલા બગીચામાં સુંદર ફૂલો અને રસ્તાઓ છે. આ બગીચામાં સુંદર બનાવટી ઝીલ, સુંદર ઝાડ અને ફૂલ તેમજ નહેરો છે.

2બુચાર્ટ ગાર્ડનઃ બ્રિટિશ કોલંબિયાના વેક્યૂવર આઇસલેડમાં આ ગાર્ડન છે. આ પહેલા તે જગ્યાએ પોર્ટલેન્ડ સીમેન્ટની ખાણ હતી. જેને વર્ષ 1904માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ પોર્ટલેન્ડ સીમેન્ટના માલિકની પત્ની જેની બુચાર્ટ તેમની આવડતનો ઉપયોગ કરીને આ ગાર્ડન તૈયાર કરાવ્યો છે. 55 એકરમાં ફેલાયેલા બગીચામાં 700 અલગ અલગ ફૂલ ઝાડનો સમાવેશ છે. જે માર્ચથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહે છે.

3કેનરોકૂ ઇન ગાર્ડનઃ જાપાનના સૌથી સુંદર ત્રણ બગીચાઓમાં ઇશિકાવા શાંતિ અને સુંદરતાનું પ્રતિક છે કેનરોકૂ ઇન ગાર્ડન. વંસતની ઋતુમાં ચેરી બ્લોસમ જોવા લાયક છે.

4સેન્સ સાઉસી ગાર્ડનઃ આ ગાર્ડન પોટ્સ ડેમ પર છે. ફેડરિક મહાન આ બગીચામાં ખેતી કરવા ઇચ્છતા હતા. એટલા માટે જ તેમણે તેને બનાવ્યો હતો. બાદમાં અહીં જોવા મળતા સુંદર દ્રષ્યને કારણે ફેડરિકે ત્યાં ગરમીના સમયમાં રહેવા માટે ઘર બનાવ્યું

5મોજેરાલ ગાર્ડનઃ મોરક્કોના માર્રાકેશમાં ફ્રેંચ પેંટર જૈક્સ મોજેરોલે (1886-1962)માં મોજેરાલ ગાર્ડન બનાવ્યું હતું. તેની સુંદરતાને કારણે તેને શહેરનું હૃદય પણ કહેવામાં આવે છે. આ બગીચામાં ઇસ્લામિક આર્ટ મ્યૂઝિમનો આનંદ પણ લઇ શકો છો.

6ક્રિસ્ટનબોશ બોટિનિકલ ગાર્ડનઃ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં જાણિતા ક્રિસ્ટનબોશ બોટનિકલ ગાર્ડનમાં લગભગ 22 હજારથી વધારે વિવિધ પ્રકારના ફૂલ અને ઝાડ બંને છે. તેનો ઉપયોગ દવાઓ અને જડિબુટ્ટીઓ બનાવવા માટે થાય છે.

7ધ માસ્ટર ઓફ નેસ્ટ ગાર્ડનઃ ધ માસ્ટર ઓફ નેસ્ટ ગાર્ડન ચીનના સુજોયુમાં આવેલ છે. તે બગીચો વાંગશિયુઆન નામથી પણ ઓળખાય છે. મંડપ, હોલ સંગીતના રૂમ, વાંસના ઝાડ બધુ જ આ બગીચામાં છે. જેની સુંદરતા જોઇને તમે ચોકી જશો.

8રોયલ બોટનિક ગાર્ડનઃ ઇગ્લેન્ડના ક્યૂમાં 132 હેક્ટરમાં ફેલાયેલો રોયલ બોટનિક ગાર્ડન તેની સુંદરતાને કારણે પ્રખ્યાત છે. તમે આ લેન્ડસ્કેપ બગીચામાં 150 વર્ષ જૂના બોનસાઇ ઝાડ પણ જોઇ શકો છો.

9ઓસ્ટ્રેલિયાનો રોયલ બોટનિક ગાર્ડનઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રોયલ બોટનિક ગાર્ડન 40 હેક્ટરમાં ફેલાયેલો છે. તેમાં બાળકોનું ગાર્ડન, આદિવાસી વારસો, વનસ્પતિ સંગ્રહાલય અને ઓબ્ઝરવેટ્રી છે. વિક્ટોરિયોમાં આ ખૂબ જ જાણીતો બગીચો છે. વર્ષમાં લગભગ 15 લાખ લોકો તેની મુલાકાતે આવે છે.

10લા પાજ વોટરફોલ ગાર્ડનઃ લા પાજ વોટરફોલ ગાર્ડનમાં સુંદર રસ્તા, ઝરણાઓ અને 100થી વધારે વિવિધ પ્રાણીઓ છે. પ્રવાસીઓ આ બગીચામાં ખાનગી જગ્યા બુક કરાવીને પ્રકૃતિનો આનંદ લે છે. અહીં પાંચ સુંદર ઝરણાં છે.

You might also like