ભારતની આ જગ્યા પર સ્વિટ્ઝરલેન્ડ જેવી મજા માણો

હરવા ફરવાનું દરેક લોકોને પસંદ હોય છે. આમ તો દુનિયામાં ફરવા લાયક ખૂબ જગ્યાઓ છે પરંતુ સ્વિટ્ઝરલેન્ડના સુંદર વાદળો અને પહાડોમાં બધા લોકો ફરવાની મજા લેવા માંગે છે. પરંતુ જે લોકોનું બજેટ ઓછું હોય છે એ લોકા બીજા દેશોમાં જઇ શકતાં નથી. એવામાં ભારતમાં જ કોડાઇકેનાલ નામની જગ્યા છે જેને બીજું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. અહીંના સુંદર પ્રાકૃતિક નજારો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો ચલો જાણીએ કોડાઇકેનાલની સુંદરતા માટે.
KODAIKANAL
કોડાઇકેનાલ નામની આ જગ્યા તમિલનાડુમાં આવેલી છે. આ જગ્યા પશ્વિમ ઘાટની પહાડીઓની નજીક 21 કિમી દૂરના વિસ્તારમાં વસેલું છે અને દરિયા કિનારાથી એની ઊંચાઇ 2133 મીટર છે. અહીં આખુ વર્ષ ઠંડીની સિઝન રહે છે જેના કારણે લોકોની ભીડ અહીંયા જોવા મળે છે. આ શહેરના વાદળો અને પ્રાકૃતિક નજારાને જોઇને એને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે.

kodaikanal-lake

અહીંયા એક જાણીતું ઝીલ છે જે 24 હેક્ટરમાં ફેલાયેલું છે. આ ઝીલનો આકાર સ્ટારફ ફિશ જેવો છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અહી્ંયા શિકારામાં બેસીની આખા ઝીલની મજા લઇ શકીએ છીએ. આ ઝીલ સાથે જ એખ રસ્તો છે જ્યાં લોકો ઘોડેસવારીની મજા લઇ શકે છે.

કુરિંજી અંદાવર મંદિર કોડાઇકેનાલથી 3 કિમી દૂર આવેલું છે જ્યાં ભગવાન મુરૂગનની પૂજા થાય છે. અહીંયાથી આ શહેરનો પ્રાકૃતિક નજારો ખૂહ સુંદર રીતે જોવા મળે છે.

kodaikanal-2

http://sambhaavnews.com/

You might also like