તાજમહેલની હાઈટેક સુરક્ષામાં ખામી

અાગ્રા: અતિ સંવેદનશીલ સ્મારકોમાં સામેલ તાજની હાઈટેક સુરક્ષામાં મોટી ખામીઅો છે. સ્મારકના રસ્તાઅોમાં લાગેલા હાઈડ્રોલિક બોલાર્ડ અને બૂમ બેરિયર યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી. સીઅો તાજ સુરક્ષાઅે તેને યોગ્ય કરવા માટે પર્યટન વિભાગને પત્ર મોકલ્યો છે. ત્યારબાદ રાજકીય નિર્માણ નિગમે ખામીઅો દૂર કરવા માટે અાદેશ અાપ્યા છે.

સપા સરકારમાં તાજગંજ પ્રોજેક્ટમાં તાજમહેલ અને તાજગંજમાં સુંદરીકરણ તેમજ પર્યટકો માટે સુવિધા ઊભું કરવાનું કામ ૧૯૭.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે કરાવાયું હતું. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેનું લોકાર્પણ થયું હતું. પ્રોજેક્ટમાં સ્મારકના રસ્તાઅો પર સુરક્ષાની સગવડ પણ કરાઈ હતી.

સ્મારક સુધી જતા રસ્તાઅો ઉપર પોલીસ બેરિયર અને બૂમ બેરિયર તથા હાઈડ્રોલિક બોલાર્ડ લગાવાયાં હતાં. હોટલ અમરવિલાસ, તાજખેમા, પાઠકપ્રેસ, અાર. કે. સ્ટુડિયો, નીમ વિસ્તાર પર બેરિયર અને બોલાર્ડ લગાવાયાં હતાં. સુરક્ષાની અા હાઈટેક વ્યવસ્થા વન વિભાગના તાજ પૂર્વ ગેટ કાર્યાલયની નજીક બનેલા કન્ટ્રોલરૂમથી સંચાલિત છે. થોડા સમય પહેલાં તેને પોલીસને હેન્ડઅોવર કરાયું હતું. ગયા અઠવાડિયે સીઈઅો તાજ સુરક્ષા દ્વારા તેમના યોગ્ય રીતે કામ ન કરવાને લઈને પર્યટન વિભાગને સાવચેત કરાયા હતા.

ડેપ્યુટી કમિશનર (પર્યટન) દિનેશકુમારે જણાવ્યું કે સુરક્ષા ઉપકરણને યોગ્ય કરવા માટે રાજકીય નિર્માણ નિગમને અાદેશ અપાયા છે. તેને યોગ્ય કરવામાં અાવશે.

You might also like