તાજમહલ શિવ મંદિર છે કે મકબરો? કોર્ટમાં ASIએ આપ્યો જવાબ..

ભારતીય પુરાતત્વ વિભાગ(ASI)એ આગ્રા કોર્ટમાં જણાવ્યું હતું કે તાજમહલ પૂર્વમાં એક મસ્જિદ હતો ન કોઇ મંદિર. આ મુસ્લિમ આર્કિટેક્ચરનું એક ઉત્કૃષ્ટ કૃતિ છે. એએસઆઇએ આગ્રા સ્થિત કોર્ટ ઓફ સીવીલ જજ (સેનિયર ડિવીઝન) લખીત જવાબમાં ગુરુવાર (24 ઓગસ્ટ) આ વાત જણાવી હતી. સાથે જ વર્લ્ડ હેરિટેજ સાઇટને આ માનવાથી સ્પષ્ટ ઇનકાર કર્યું કે પૂર્વમાં આ હિન્દુ ભગવાન શિવનું મંદિર હતું .

હકીકતમાં વર્ષ 2015માં છ વકીલોએ એક કેસ દાખલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તાજમહેલ પૂર્વમાં એક શિવ મંદિર હતું. જેનું નામ તેજો મહેલ હતું. એટલા માટે હિન્દુ ધર્મને માનવાવાળાને તાજ મહેલ પરિસરના દર્શન અને આરતીની મંજૂરી આપવી જોઇએ. સાથે જ સ્મારકના એ રૂમોને ખોલવાની પણ માંગ કરાઇ હતી, જેને બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ લોકો તાજમહલની આ પરિસર નજીક નમાઝ અદા કરવા માટે આવે છે. અહીં તાજમહલ પરિસરમાં સ્થિત મસ્જિદમાં દર શુક્રવાર મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરવા આવે છે.

કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 11 સપ્ટેમ્બરે કરશે. કોર્ટે પોતાના જવાબ પહેલા કેન્દ્ર સરકાર અને કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયની સાથે ગૃહ સચિવ તેમજ એએસઆઇને નોટિસ આપી હતી. દેશમાં એએઆઇને પુરાતાત્વિયક સંશોધન અને દેશમાં ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણની સાથે આની શોધની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે કોર્ટમાં અરજીકર્તાઓની સુનાવણી પહેલા એએસઆઇ અને કેન્દ્રના વકીલે ક્હ્યું કે, તેમની અરજીમાં કોઇ દમ નથી. અરજીકર્તાને તાજમહેલ પરિસરમાં પૂજા કરવાનો અધિકાર ન આપી શકાય. ધાર્મિક પ્રવૃત્તિ માટે પણ મંજૂરી ન આપી શકાય. આ મુસ્લિમ સ્મારક છે. કોર્ટે અરજીકર્તાના જવાબમાં આ વાત કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, એએસઆઇ પણ તાજમહેલના હિન્દુ ધર્મ સાથે જોડાયેલી વાતને નકારી ચૂક્યાં છે. આ વાત વર્તમાન તથ્યોથી પણ સાબિત થાય છે કે, તાજમહેલનું નિર્માણ સત્તરમી સદીમાં શાહજહાએ એક સમાધિના રૂપમાં કરાવ્યું હતું. શાહજહાએ તાજમહલનું નિર્માણ પોતાની રાણી મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. ત્યા વર્ષ 2015માં કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય લોકસભામાં કહી ચુક્યાં છે કે તાજમહલ પહેલાં શિવ મંદિર હતું તેની કોઈ સાબિતી મળતી નથી.

You might also like