તાજમહેલને લઇ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું

728_90

પ્રેમનું પ્રતિક ગણાતા અને દુનિયાની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ છે કે જેને લઇને રાજકારણ ગરમાતું જઇ રહ્યું છે. એક તરફ યોગી સરકાર વિવાદને સંકેલવાનાં પ્રયાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ભાજપનાં નેતાઓ બળ્યામાં ઘી હોમવાનું કામ કરીને આ વિવાદને વધારે વધારવાનાં પ્રયાસો કરી રહ્યા છે અને આ લિસ્ટમાં હવે હરિયાણા સરકારનાં મંત્રી અનિલ વિજનું નામ જોડાઇ ગયું છે.

અનિલ વિજે ટ્વીટ કરીને વિવાદાસ્પદ નિવેદન આપતાં જણાવ્યું છે કે,”તાજમહેલ એક ખૂબસૂરત કબ્રસ્તાન છે. વિજનું કહેવું છે કે તાજમહેલનું મોડલ ઘરમાં પણ રાખતા લોકો વિચાર કરે છે અને લોકો તેને અપશુકન માને છે. આ ઇમારત ઘણી ખૂબસૂરત છે પરંતુ તેમાં કબરો જ આવેલી છે.”

You might also like
728_90