તાઈવાનના વડા પ્રધાન લીનનું રાજીનામુંઃ રાષ્ટ્રપતિને ગમતી વ્યક્તિને પદ અાપવા કહ્યું

તાઈપે: તાઈવાનના વડા પ્રધાન લીન ચુઅાને ગઈ કાલે રાજીનામાની જાહેરાત કરી હતી. ચુઅાને એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેનને રવિવારે જ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. રાષ્ટ્રપતિઅે રાજીનામું સ્વીકાર્યું કે નહીં તેની હજુ કોઈ જાહેરાત કરાઈ નથી.

સમાચાર અેજન્સી સિન્હુઅાના જણાવ્યા અનુસાર સાઈઅે લીનનું રાજીનામું સ્વીકારી લીધું છે. મે-૨૦૧૬માં કાર્યભાર સંભાળ્યા બાદ લીને પેન્શન સુધારણા, રાજકીય પક્ષોની સંપત્તિઅો પર નિયંત્રણ અને શ્રમ સુધારણા સંબંધિત વિવાદાસ્પદ કાયદાઅો લાગુ કર્યા હતા.

વડા પ્રધાને કહ્યું કે તેમણે ઘણું બધું લક્ષ્ય હાંસલ કર્યું છે અને હવે તે રાષ્ટ્રપતિને મોકો અાપવા ઇચ્છે છે કે તે પોતાની કોઈ વ્યક્તિને અા પદ પર નિયુક્ત કરે. લીને કહ્યું કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક બેઠક દરમિયાન સાઈને પોતાના રાજીનામા અંગે જણાવ્યું હતું.

તાઈવાનની કેન્દ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ સરકારના અેક સભ્યઅે કહ્યું કે તાઈવાનના મેયર લઇ ચિંગ-તેને શુક્રવારે વડા પ્રધાન બનાવવામાં અાવશે. ઘણા બધા સર્વે મુજબ લઈઅે રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ લોકપ્રિયતા મેળવી લીધી છે.

You might also like