તાઇવાને ચીન પર છોડી દીધી સુપરસોનિક મિસાઇલ

તાઇપેઇ : તાઇવાન નેવીની પેટ્રોલ બોટ પરથી સુપરસોનિક મિસાઇલ ચીનની તરફ છોડી દેવામાં આવી હતી. જો કે ત્યાર બાદ કહેવામાં આવ્યું કે આ એક માનવીય ભુલનું પરિણામ છે. જો કે મિસાઇલ લગભગ 75 કિલોમીટર દુર જઇ ચુકી હતી પરંતુ તેને સમુદ્રમાં જ તોડી પાડવામાં આવી. રિપોર્ટ અનુસાર મિસાઇલનાં કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું. ત્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુપરસોનિક મિસાઇલ 300 કિલોમીટરનું અંતર કાપી શખે છે.

આ મિસાઇલ એરક્રાફ્ટ લઇજવા માટે સક્ષમ પ્લેનમાં પણ જઇ શકે છે. તાઇવાની નૌસેનાએ જણાવ્યું કે શરૂઆતી તપાસમાં સામે નથી આવ્યું કે મિસાઇલ લોન્ચ પેડ સુધી કઇ રીતે પહોંચી. પરંતુ લાગી રહ્યું છે કે માનવીય ભુલનાં કારણે એવું થયુ હોઇ શકે છે. વાઇસ એડમિરલ મેઇ ચિયા શુંએ જણાવ્યું કે અમારી શરૂઆતી તપાસમાં ખ્યાલ આવ્યો છે કે ઓપરેશન સામાન્ય પ્રક્રિયા હેઠળ નથી થયું.

મિસાઇલ સવારે આઠ વાગ્યાથી જલપોતમાંથી છોડવામાં આવી. મેઇએ જણાવ્યું કે હેલિકોપ્ટર અને નેવી શિપને મિસાઇલની શોધમાં મોકલવામાં આવ્યા છે. તાઇવાનમાં રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેનની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનાં જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદથી ચીન સાથે તેના સંબંધો બગડી ગયા છે. ચીન અત્યારે પણ કહે છે કે તાઇવાન તેનો હિસ્સો છે. જો કે 1949માં ગૃહયુદ્ધ બાદ બંન્ને દેશો અલગ થઇ ચુક્યા હતા.

You might also like