તાઈવાનમાં ૬.૪નો વિનાશકારી ભૂકંપ : ૧૧નાં મોત, ૩૭૮ ઘાયલ

તાઈપેઈ : દક્ષિણ તાઈવાનમાં ગઇકાલે મોડી રાત્રે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે ખાનાખરાબી થઇ છે. અનેક ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. અત્યાર સુધીમાં ૧૧ લોકોનાં મોત થયા હતા અને ૩૭૮ લોકોને ઇજા થઇ હતી. રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધી ૩૬૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભૂકંપને કારણે ૧૭ માળની ઇમારત તૂટી પડતા ૧૧ લોકો દટાઇને મોતને ભેટયા હતા.

ભૂકંપની તીવ્રતા ૬.૪ની નોંધવામાં આવી છે અને તેની ઊંડાઇ ૧૬.૭ કિ.મી. માપવામાં આવી હતી. ભૂકંપને કારણે લોકોમાં દહેશતનું મોજુ ફેલાઇ ગયં હતું. દેશમાં ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ અને બુલેટ ટ્રેન સહિત ટ્રેન વ્યવહાર પણ અટકાવી દેવાયો છે. અત્યાર સુધીમાં જે લોકોને  બચાવી લેવામાં આવ્યા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજારો લોકોને કાટમાળ હેઠળની બહાર કાઢવામાં આવ્યા હતા.

ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ ટેનનમાં ૪૩ કિ.મી. દૂર છે. અત્યાર સુધીમાં ૩૭૮ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. યાંગકાંગ જિલ્લાની અનેક બહુમાળી ઇમારતો આ ભૂકંપથી ધ્વસ્ત થઇ ગઇ છે.આ ભૂકંપ સવારે લગભગ ૪ વાગ્યે આવ્યો હતો તે પછી આફટરશોક આવ્યા હતા. રાહત કર્મચારીઓએ ૪ કલાકની મહેનત બાદ એક ૧૭ માળની ઇમારતથી ૧ર૬ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ભૂકંપને કારણે ૧૦ હજાર ઘરોમાં વીજળી નથી અને ૪ લાખ ઘરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઇ છે.

ભૂકંપની અસર નેપાળમાં પણ જોવા મળી હતી. નેપાળમાં આવેલા ભૂકંપના આંચકામાં કાટમાળ નીચે દબાઇ જવાથી ૧પથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. નેપાળ ઉપરાંત ભારતમાં અન્યત્ર પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. બિહારના દરભંગા, સીતામઢી, બેતિયા, રકસોલ અને મુઝફફરનગરમાં હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર નેપાળમાં આવેલા પ.પની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી ઉત્ત્।રપૂર્વમાં પપ કિ.મી. દૂર સિંધુપાલ ચોકમાં હતું.

સિંધુપાલ ચોક જિલ્લો તિબેટની સરહદે આવેલો છે. દરમ્યાનમાં દક્ષિણ-પશ્યિમ જાપાનમાં માઉન્ટ શકુરાજીમાં જવાળામુખી જબરદસ્ત વિસ્ફોટસાથે ફાટ્યો હતો. આ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જવાળાઓ જોવા મળી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ તકેદારીનાં પગલાંરૂપે આ સમગ્ર વિસ્તારમાં લોકોની અવરજવર અટકાવી દીધી હતી.

લાંબા સમયથી સક્રિય આ જવાળામુખીમાં વિસ્ફોટ બાદ સતત ગરમ લાવા નીકળી રહ્યો છે. જવાળામુખીની નજીક જ કાગોસીમા શહેર આવેલ છે, જોકે આ ઘટનામાં કોઇ ખુવારી થઇ હોવાના સમાચાર નથી.

You might also like