પપ્પા સૈફના ફોટાને એકદમ નિર્દોષતાથી જોઈ રહ્યો છે તૈમૂર

પોતાની ક્યૂટનેસ અને નવાબી સ્વેગના કારણે તૈમૂર અલી ખાન હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. તૈમૂર પોતાનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. એકવાર ફરીથી સૈફના કારણે તૈમૂર ચર્ચામાં આવી ગયો છે.

હાલમાં તૈમૂરનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પપ્પા સૈફ અલી ખાનનો ફોટો હાથમાં પકડીને જોઈ રહ્યો છે. તે પોતાના પપ્પાને એકદમ માસૂમિયતથી જોઈ રહ્યો છે.

બીજું પણ આ ફોટામાં કંઈક ખાસ છે. તમે આજ સુધી તૈમૂરને વિખરાયેલા વાળ સાથેના ફોટામાં જ જોયો હશે. પણ પહેલીવાર આ નવા ફોટામાં તૈમૂર ચોટલી સાથે જોવા મળશે. તૈમૂર ચોટલીના લુકમાં પણ એકદમ ક્યૂટ લાગી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો કરીના અને સૈફ કરતા પણ વધુ તૈમૂરને પસંદ કરી રહ્યા છે. તૈમૂરની ફેન્સ ફોલોઈંગની લિસ્ટ પણ ઘણી લાંબી છે. જો કે કરિના કહે છે કે તે તૈમૂરને સામાન્ય બાળકની જેમ જીવવા દેવા માંગે છે એક સ્ટાર કિડની જેમ નહીં.

You might also like