સેનાની જીપ સાથે બાંધીને યુવકને 9 ગામ ફેરવવામાં આવ્યો

નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાય દિવસથી કાશ્મીરના એક યુવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બડગામમાં કેટલાક કાશ્મીરી યુવકો દ્વારા સીઆરપીએફના જવાનોને મારવાના વીડિયો બાદ શુક્રવારે નવો એક વીડિયો સામે આવ્યો છે. જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં સેનાની જીપના બોનેટ પર એક યુવકને બાંધવામાં આવ્યો છે.

આ વીડિયોમાં જે વ્યક્તિ સેનાની જીપમાં આગળ બાંધવામાં આવ્યો છે. તે 26 વર્ષીય ફારૂક અહેમદ છે. ઇન્ડિયન એક્સપ્રેસ તરફથી મળેલી માહિતી પ્રમાણે ફારૂકે જણાવ્યું છે કે તેણે પોતાના જીવનમાં ક્યારે પણ પત્થરબાજી કરી નથી. તે પત્થર ફેકવા વાળાઓમાં નથી આવતો. પરંતુ તે કાશ્મીરમાં નાના નાના કામ કરે છે.

ફારૂકના પરીવારમાં તે અને તેની વૃદ્ધ માતા છે. આ ઘટના અંગે ફારૂકે જણાવ્યું છે કે તે દિવસે હું મારા સંબંધિની અંતિમયાત્રામાં હાજરી આપવા જઇ રહ્યો હતો. રસ્તામાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં હતા. હું ત્યાં રોકાઇ ગયો. થોડા સમય પછી કેટલાક જવાનોએ મને પકડ્યો. તેમણે મને માર્યું અને જીપના બોનેટ પર બાંધી દીધો. હું 9 ગામડા ફરીને સ્થાનીક સીઆરપીએફ કેમ્પ પહોંચ્યો. જ્યાં મને જીપ પરથી ખોલવામાં આવ્યો અને કેમ્પમાં બેસાડવામાં આવ્યો. ફારૂકે કહ્યું કે તે સમયે સીઆરપીએપના જવાનો બોલી રહ્યાં હતા. આવો આવો તમારા જ માણસને પથ્થર મારો.

આ ઘટના બાદ ફારૂક અને તેની માતા ડરી ગયા છે. તે આ મામલે કોઇ જ ફરીયાદ દાખલ કરવા માંગતા નથી. ફારૂકે જણાવ્યું છે કે તે ગરીબ વ્યક્તિ છે. ક્યાં જઇને ફરિયાદ નોંધાવે. હું કાંઇ જ કરવા નથી માંગતો. હું ખૂબ જ ડરી ગયો છું. મારી સાથે કાંઇ પણ થઇ શકે છે.

You might also like