લેન્ડિંગ દરમિયાન પાયલોટની બેદકારીથી પ્લેનનો પાછલો હિસ્સો રનવે સાથે ટકરાયો

ઢાકા : ઢાકા એરપોર્ટ પર એક મોટી દુર્ધટના થતા ટળી ગઇ હતી. જે સમયે જેટએરવેઝનાં પ્લેનનું લેન્ડિંગ થઇ રહ્યું હતું તેનો પાછળનો હિસ્સો રન વે સાથે ટકરાઇ ગઇ હતી. પાયલોટની લાપરવાહીના કારણે સેંકડો લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે કોઇ દુર્ઘટનામાં કોઇ પ્રકારનું નુકસાન નથી થયું .જાણકારી અનુસાર સંબંધિત પાયલોટને હટાવી દીધો છે.

આ પ્લેન મુંબઇથી ઢાકા માટે રવાનાં થયું હતું. જેમાં ક્રુ મેમ્બર્સ સહિત 168 પેસેન્જર બેઠા હતા. જેટની તરફથી ટેલ સ્ટ્રાઇકની ઘટનાને કન્ફર્મ કરવામાં આવી છે. આ ઘટનાં 22 જાન્યુઆરીએ થઇ હતી. જેની જાણકારી હવે ભારતનાં ડાઇરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને આપવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે બાંગ્લાદેશનાં એવિએશન ઓથોરિટીનાં અધિકારીઓ આ મુદ્દે તપાસ નહી કરે તો ભારતીય એજન્સી તેની તપાસ કરશે.

22 જાન્યુઆરીએ મુંબઇથી ઢાકા માટે જેટ એરવેઝની ફ્લાઇટ 9w 276160 પેસેન્જર્સને લઇને નિકળી હતી. જેમાં 8 ક્રુ મેમ્બર્સ હતા. લેન્ડિંગ દરમિયાન ફ્લાઇટનો પાછળનો હિસ્સો રનવે પર લપસી ગયો હતો. એરલાઇન અનુસાર કોઇ પ્રકારની દુર્ઘટના નથી થઇ અને ક્રુ મેમ્બર્સ સહિત તમામ યાત્રીઓ સુરક્ષીત છે. બોઇંગ કંપનીની એક ટીમ તેની તપાસ માટે ઢાકા પહોંચી છે.

You might also like