તાહિર નથી ‘ડિયર જિંદગી’ ફિલ્મમાં

મુંબઇઃ એક્ટર તાહિર રાજ ભસીન ડિયર જિંદગી ફિલ્મમાં કામ નથી કરી રહ્યો છે. ગત દિવસોમાં પાકિસ્તાની એક્ટર્સને ભારતીય ફિલ્મોમાં બેન કરવાના સમાચાર બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે મર્દાની ફિલ્મનો એક્ટ તાહિર રાજ ભસીન ફિલ્મ ડિયર જિંદગીમાં પાકિસ્તાની એક્ટર અલી ઝફરનો રોલ કરી રહ્યો છે.

પરંતુ આ માહિતીને ખોટી ઠેરવવા માટે તાહિરે જણાવ્યું છે કે મને આ બાબતે ઘણા લોકો પૂછી રહ્યાં છે કે હું ડિયર જિંદગીમાં કામ કરી રહ્યો છું કે નહીં.  પરંતુ આ વિશે હું કાંઇ જ જાણતો નથી. હું આ વિશે હજી કાંઇ જ કહી શકું તેમ નથી. માત્ર એટલું જ કહીશ કે હું આ ફિલ્મમાં કામ નથી કરી રહ્યો. તાહિર જલ્દી જોન અબ્રાહ્મ સાથે ફોર્સ -2માં જોવા મળવાનો છે. જેના માટે તેણે એવું કહ્યું છે કે આ ફિલ્મ મર્દાનીથી અલગ છે. જેમાં તે એક અલગ અવતારમાં જોવા મળશે. જોન અબ્રાહ્મ અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ ફોર્સ -2 25 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

 

You might also like