તાપસી પન્નુની વ્યસ્તતાથી નિર્માતા પરેશાન

બોલિવૂડની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક તાપસી પન્નુનું બિઝી શેડ્યૂલ તેના નિર્માતા-નિર્દેશકો માટે મોટી મુસીબત બની ચૂક્યું છે. હાલમાં તેના હાથમાં એકસાથે ઘણી બધી ફિલ્મો છે. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્જિયા’ માટે અભિષેક સાથે અમૃતસરમાં શૂટિંગ શરૂ થયું તો તેની આગામી તેલુગુ ફિલ્મનું પણ હૈદરાબાદમાં શૂટિંગ શરૂ થયું.

બે બ્રાન્ડ્સનાં વિજ્ઞાપનનું શૂટિંગ પણ તે હાલમાં કરી રહી છે. તેની વ્યસ્તતાના કારણે તેની ફિલ્મના નિર્માતાઓ માટે રિલીઝની તારીખ નક્કી કરવાનું મુશ્કેલ બન્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાપસી ખૂબ જ બિઝી છે.

તેથી નિર્માતા નક્કી કરવા ઇચ્છે છે કે તેમની ફિલ્મોના પ્રચાર માટે તેની પાસે પર્યાપ્ત સમય છે કે નહીં તો તે પ્રચારમાં જોડાઇ શકશે કે નહીં. આ કારણે નિર્માતાઓની કોશિશ છે કે તેની રિલીઝ થનારી ફિલ્મોની વચ્ચે થોડો ગેપ હોય.

દિલ્હીમાં જન્મેલી તાપસીને એડ્વેન્ચર પસંદ છે અને તેને હિંદી તથા અંગ્રેજી સહિત અડધો ડઝન જેટલી ભાષાની સારી સમજ છે. સ્કૂલના દિવસોને યાદ કરતાં તે કહે છે કે સ્કૂલના સમયમાં હું ખૂબ જ બેદરકાર હતી. કેટલીય વાર છોકરાઓ નહીં, પરંતુ છોકરીઓ સાથે પણ ઝઘડતી રહેતી હતી.

અભ્યાસ ઉપરાંત રમતગમતમાં મને ખાસ્સો રસ હતો. આઠ વર્ષની ઉંમરમાં જ હું ડાન્સ શીખી. કોલેજના દિવસોમાં પણ તેનો અભ્યાસ ચાલુ રાખ્યો. એનું જ પરિણામ છે કે આજે હું સારી ડાન્સર છું. ફિલ્મોમાં આવતાં પહેલાં તાપસી સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકી છે. નોકરી શરૂ કર્યાના થોડા સમય બાદ તેણે મોડલિંગ શરૂ કર્યું અને તે રસ્તે આગળ વધી. સંયોગથી તે અભિનેત્રી બની ગઈ. •

You might also like