‘પિંક’ ફિલ્મમાં રોલને લઇને તાપસી પન્નુએ આપ્યું કહીં આવું નિવેદન

તાપસી પન્નુઅે સાઉથની ઘણી ફિલ્મો કર્યા બાદ ૨૦૧૩માં ફિલ્મ ‘ચશ્મે બદ્દુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તે ‘બેબી’, ‘પિંન્ક’, ‘રનિં સાદી’, ‘ગાઝી એટેક’, ‘નામ શબાના’ અને ‘જુડવા-૨’માં જોવા મળી. હાલમાં તે પોતાની અાગામી ફિલ્મ ‘તડકા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કોઈ પણ અભિનેત્રી માટે ટાઈપકાસ્ટ થયા વગર લીડ અને અોફબીટ સિનેમામાં સંતુલન સાધી રાખવું મુશ્કેલ હોય છે, પરંતુ તાપસી અા કરી શકી છે. તે કહે છે કે હું ખુશકિસ્મત છું કે મને વિવિધ પ્રકારના લોકોનો સાથ મળ્યો અને દરેક પ્રકારની ફિલ્મો કરવાનો મોકો મળ્યો.

ડેવિડ ધવનથી લઈને સુજિત સરકાર તેમજ નીરજ પાંડે સુધીના લોકો સાથે મેં કામ કર્યું. અા કોઈ રણનીતિ નહીં, પરંતુ સમજી-વિચારીને કરેલી કોશિશ હતી. ‌’પિંક’ અને ‘નામ શબાના’ જેવી ફિલ્મોથી હું મારા દર્શકોને ચોંકાવતી અને સાથે-સાથે ‘જુડવા-૨’ જેવી મસાલા ફિલ્મ પણ દર્શકોને અાપતી, જેથી ટાઈપકાસ્ટ થતાં પહેલાં મારું એક અલગ રૂપ જોવા મળે.
‘બેબી’ ફિલ્મમાં કોઈને ખ્યાલ ન હતો કે હું ફિલ્મમાં છું, પરંતુ ફિલ્મ રિલીઝ થતાં જ મારો ૧૦ મિનિટનો રોલ પણ નોટિસ થયો. અે રીતે  ‘પિંક’માં ભલે અમિતાભ બચ્ચન હતા, પરંતુ હું મારો પ્રભાવ છોડવામાં સફળ રહી.

‘જુડવા-૨’ પણ લોકોને હેરાન કરનારી ફિલ્મ રહી, કેમ કે લોકોઅે મને એક ગ્લેમરસ અને ડાન્સિંગ પાત્રમાં જોઈ. જ્યારે લોકોને અપેક્ષા હતી કે હું કોઈ ગંભીર પાત્ર ભજવીશ. હું અા જ રીતે અલગ અલગ પ્રકારનાં પાત્રો ભજવવા ઇચ્છું છું. હાલમાં તાપસી પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે કહે છે કે સંદીપ સિંહની બાયોપિક અને અનુભવ સિંહાની ‘મુલ્ક’ને મેં હા કહી છે, પરંતુ હું ત્યારે જ અાના વિશે વધુ કંઈક કહી શકીશ, જ્યારે હું અા ફિલ્મો સાથે સંપૂર્ણ રીતે જોડાઈ જાઉં. મારી પાસે વેર ટાઈગર્સ રૂલ નામનું કેમ્પેન પણ છે. •

You might also like