જીત બાદ વેસ્ટ ઇન્ડિંઝના ખેલાડીઓની ઉજવણી કરતો Vedio જોઇ તમે રોકી નહી શકો હસું

મુંબઇ : મજબૂત ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટી 20ની સેમિફાઇનલમાં હોમ ગ્રાઉન્ડ પર હરાવીને વેસ્ટ ઇન્ડિંઝના ખેલાડીઓએ જોશભેર ઉજવણી કરી હતી. ટીમના ખેલાડી ડેરન બ્રાવો અને ક્રિસ ગેઇલે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરી તો ટીમના ખેલાડીઓએ હોટલ પહોંચીને ડાન્સ કર્યો. ટવિટર પરના વિડીયો માં કેરેબિયન ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળે છે. વેસ્ટ ઇન્ડિંઝના ક્રિકેટરોએ બસમાંથી નીચે ઉતરતા જ ડાન્સ શરૂ કરી દીધો હતો અને નાચતા-નાચતા હોટલની અંદર પહોંચ્યા હતા. હોટલના બીજા મહેમાન તેમની ઉજવણી જોઇ આનંદિત થઇ ગયા હતા. યૂ-ટયૂબ પર અપલોડ કરાયેલ વિડીયોમાં સેમિફાઇનલ વિજેતા ટીમના ખેલાડીઓ ટી-શર્ટ ઉતારી ચેમ્પિયન-ચેમ્પિયન ગાત જોવા મળ્યા હતા.

You might also like