ટી-20 વર્લ્ડકપ: મહેન્દ્રસિંહ ધોની સૌથી સફળ સુકાની

ટી-20 વિશ્વકપ-2016નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સૌ પ્રથમવાર ટી-20 વિશ્વકપની શરૂઆત 2007માં થઇ હતી. ટીમ ઇન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ પ્રથમ વર્લ્ડકપમાં જ ચેમ્પિયન બની હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં પાંચ વખત આ ટૂર્નામેન્ટ રમાઇ છે. દરેક વખતે અલગ-અલગ ટીમ ચેમ્પિયન બની છે. ટીમ ઇન્ડિયાના એમ એસ ધોની સૌથી વધુ વર્લ્ડ ટી-20 મેચમાં સુકાની કરનાર ક્રિકેટરનું બિરુદ પ્રાપ્ત કર્યું છે, તેમજ સૌથી વધુ જીત મેળવનાર કપ્તાન પણ ધોની છે.

ધોનીએ અત્યાર સુધીમાં કુલ 62 ટી-20 મેચમાં ટીમ ઇન્ડીયાનું સુકાની પદ સંભાળ્યું છે. જેમાં 28 ટી-20 વિશ્વકપની મેચ છે. આ રેકર્ડ માત્ર ધોનીના નામે છે. તે સિવાય ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની કોલિંગવુડે 17 મેચમાં ટીમની કપ્તાની કરી હતી. તેના પછી આ ટૂર્નામેન્ટમાં રમીરહેલ આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિંઝના સુકાની છે. જેમાં વિલિયમ પોર્ટફિલ્ડ 15 મેચ તેમજ ડેરન સેમી 12 મેચમાં પોતાની ટીમના સુકાની બન્યા છે. ઉલ્લેખનીય તો એ છે બંને કપ્તાને આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં કપ્તાની કરવામાં પણ બીજા અને ત્રીજા નંબરે છે. જેમાં પોર્ટફિલ્ડ 48 અને સેમી 41 મેચનો સમાવેશ થાય છે. આયરલેન્ડ ટૂર્નામેન્ટની સુપર-10માં પહોંચી શકી નથી. તો બીજી તરફ સેમી જો ટૂર્નામેન્ટ જીતી જાય છે તો પણ તેની કપ્તાનીમાં રમાયેલ મેચની સંખ્યા અધિકતમ 18 સુધી પહોંચી શકે છે. તો ધોની જો સેમિફાઇનલ વગર પરત ફરશે તો પણ તેની સુકાનીનો રેકર્ડ આંકડો 32 મેચ સુધી પહોંચી જશે. આમ, આગલા ટી-20 વર્લ્ડકપ સુધી ધોનીનો રેકર્ડ કાયમ રહેશે.

ધોનીની કપ્તાનીમાં ભારત 18 મેચ જીત્યું છે જે એક રેકર્ડ છે. ધોનીનો 9 મેચમાં પરાજ્ય થયો છે. આયરલેન્ડના સુકાની પોર્ટફિલ્ડને 13 માર્ચે જ તેની બરોબરી કરી હતી. આ બંને ટી-20 વિશ્વકપમાં સૌથી વધુ મેચ હારનાર સુકાની પણ બન્યા છે. અત્યાર સુધી વર્લ્ડકપ ટી-20માં સૌથી વધુ ટોસ જીતવાનો રેકર્ડ પણ ધોનીના નામે છે. તે 16 વખત ટોસ જીત્યો છે. આમ, કપ્તાનીના દરેક રેકર્ડમાં ધોનીનું જ નામ છે. ધોની ભારત તરફથી સૌથી વધુ ટી-20 રમનાર ખેલાડી પણ છે.

You might also like