આ વાતો ભારતને ફાઇનલની ટિકિટ અપાવી શકે

૧. ધોની ભલે બેટિંગમાં ક્રમમાં નીચે આવે, પરંતુ તેણે એશિયા કપ અને આ વિશ્વ કપમાં દેખાડી આપ્યું છે કે તે જરૂર પડ્યે ઝડપથી ચોગા-છગ્ગા ફટકારીને ભારતને જીત અપાવી શકે છે.

૨. ધોની પોતાની શાંત કેપ્ટનશિપના દમ પર નિશ્ચિત હારના મોંમાંથી પણ ટીમ ઇન્ડિયાને બહાર કાઢી શકે છે. બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે પોતાના દિમાગ અને બેટ ઉપરાંત વિકેટની વચ્ચે શાનદાર દોડનો જલવો પણ દેખાડ્યો હતો.

૩. બાંગ્લાદેશને જ્યારે અંતિમ ત્રણ બોલમાં જીત માટે ફક્ત બે રનની જરૂર હતી ત્યારે ત્યારે હાર્દિક પંડ્યાની ઓવરમાં ધોનીએ મોટા ભાગના ફિલ્ડરોને બાઉન્ડ્રી લાઇન પાસે રાખ્યા હતા. બાંગ્લાદેશી બેટ્સમેન તેની જાળમાં ફસાયા અને છગ્ગો ફટકારવાની કોશિશમાં કેચ આપી બેઠા. ધોની આવી જ રણનીતિનું આજે પુનરાવર્તન કરી શકે છે.

૪. રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિન વિકેટ ઝડપવાની સાથે કરકસરયુક્ત બોલિંગ કરવા માટે પણ જાણીતા છે. ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચને બાદ કરતા અશ્વિનની બોલિંગમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવા આસાન નથી હોતા.

You might also like