વરસાદ બન્યો વિલન : ભારતનો 2 રનથી પરાજય

નવી દિલ્હી : દિલ્હીનાં ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં આઇસીસી વર્લ્ડ ટી-20ની મહત્વની મેચમાં પાકિસ્તાનની મહિલા ટીમે ભારતને ડકવર્થ લુઇસનાં નિયમ હેઠળ 2 રનથી હરાવી દીધું હતું. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 96 રન બનાવ્યા હતા. પરંતુ પાકિસ્તાનનાં દાવ દરમિયાન વરસાદ આવવાનાં કારણે આખી મેચ બગડી હતી. જેનાં પગલે ડકવર્થ લુઇસનાં નિયમ અનુસાર પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દેવાયું હતું.

વરસાદ ચાલુ થતા પહેલા પાકિસ્તાને 16 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 77 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદનાં કારણએ અંપાયર્સ દ્વારા મેચ ટાર્ગેટ બદલવું પડ્યું હતું. ડકવર્થ લુઇસનાં નિયમ હેઠળ પાકિસ્તાનને જીતવા માટે 76 રનનું લક્ષ્ય મળ્યું હતું. પાકિસ્તાની ટીમે આ લક્ષ્ય વરસાદ ચાલુ થતા પહેલા જ મેળવી લીધું હતું. જેનાં કારણે તેને મેચમાં બે રનથી વિજેતા જાહેર કરી દેવાઇ હતી.

પાકિસ્તાનની તરફથી સિધરા અમીને સૌથી વધારે 26 બોલમાં 3 ચોક્કાની મદદથી 26 રન બનાવ્યા હતા. તે ઉપરાંત નાહિદા ખાને 14, મુનીબા અલીએ 12 અને ઇરામ જાવેદે 10 રન બનાવી પાકિસ્તાની ટીમનો સ્કોર મજબુત કર્યો હતો. ભારતની તરફથી ગતાયવાડ, પાંડે, ગૌસ્વામી અને કૌરે એક એક વિકેટ ઝડપી હતી.

અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નિર્ધારિત 20 ઓવરનાં અંતે 96 રન બનાવ્યા હતા. ભારતની તરફતી વેદા કૃષ્ણામુર્તી 24 અને હરમનપ્રીત કૌર અને કેપ્ટન મિતાલી રાજેએ 16-16 રન બનાવ્યા હતા. પાકિસ્તાની તરફથી અનામ અમીન, અસમાવિયા ઇકબાલ, સના મીર, સાદમિયા યુસૂફ અને નિદા દારે એક એક વિકેટ ઝડપી હતી.

You might also like