T-20 દ.આફ્રીકાએ જીત્યો ટોસ : પહેલા બેટિંગ કરવા માટે ઉતર્યું ભારત

ધર્મશાલા : ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે યોજાનારી પ્રથમ ટી-20 મેચમાં આફ્રીકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન મહેન્દ્રસિંહ દોનીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાનો આ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 72 દિવસ સુધી ચાલનારી મુલાકાતમાં પહેલી પરિક્ષા હશે. જો કે અહીં તેઓ બાજી જીતીને મહેમાન ટીમ પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે. 

બંન્ને ટીમોનાં ટી-20 ફોર્મેટનાં ઉમદા ખેલાડીઓ છે. એવામાં આ મેચ ખુબ જ રસપ્રદ હશે. ભારત જો કે છેલ્લા 12 મહિનામાં માત્ર બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે પરંતુ ભારતનાં મોટા ભાગનાં ખેલાડીઓ ટી-20 ફોર્મેટમાં પાવરધા છે. 

દક્ષિણ  આફ્રીકાનાં પણ લગભગ તમામ ખેલાડીઓ આઇપીએલમાં રમ્યા છે, માટે તેમનાં માટે પણ આ ફોર્મેટમાં ભારતીય પરિસ્થિતી અને વાતાવરણ અનુસાર પોતાને ઢાળવું ખુબ જ મુશ્કેલ રહેશે. ત્રણ મેચની આ સીરીઝ દ્વારા ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે પોતાનું સંયોજનના આધારે ઉતરશે. 

You might also like