સાત વર્ષની બાળકીએ લખી ટ્રમ્પને ચીઠ્ઠી, ‘આ બાળકોને બચાવી લો’

સીરિયાના એલેપ્પો શહેરમાં યુદ્ધ એકદમ ભયાનક સ્થિતિ વચ્ચે સાત વર્ષની સીરિયાઈ છોકરી બના અલ-અબેદે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચીઠ્ઠી લખી હતી.

મીડિયાને મળતી માહિતી પ્રમાણે બના નામની આ છોકરીએ પોતાની ચીઠ્ઠીમાં ટ્રમ્પને સીરિયાના બાળકોને મદદ કરવાની અપીલ કરી છે. બનાએ લખ્યું કે સીરિયાના યુદ્ધ પીડિતો સીરિયાના બાળકોમાં હું એક છું. તેમણે લખ્યું કે બોમ્બ વિસ્ફોટમાં એલેપ્પોમાં તેમની સ્કૂલ નષ્ટ થઈ ગઈ અને તમામ મિત્રો પણ માર્યા ગયા.

કેટલાક સેય પહેલા જ બના એલેપ્પો શહેર છોડીને તૂર્કીમાં ચાલી ગઈ હતી. બનાએ કહ્યું કે તૂર્કીમાં હું બહાર નીકળી શકું છું, સ્કૂલે પણ જઈ શકું છું પરંતુ હું નથી ગઈ. કેમ કે શાંતિ બધા લોકો માટે જરૂરી છે.

આ સીરીયાઈ છોકરીએ લખ્યું છે કે તમામ સીરિયાના બાળકોની હાલત હમણા મારા જેવી છે. એટલા માટે સીરિયાના બાળકો માટે કંઈક કરવું જોઈએ કેમ કે તે પોતાના બાળકોની જેમ છે અને તમારી જેમ શાંતિ ચાહે છે.

બનાએ આ પહેલા પણ સીરિયાના યુદ્ધ સાથે જોડાયેલા ટ્વીટ્સને લઈને ચર્ચામાં હતી, તેમની ટ્વીટ યુદ્ધના હાલતોના પ્રતીક બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદ અને તેઓના વિદ્રોહીઓ વચ્ચે પાછલા 6 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં અત્યાર સુધી 3 લાખથી વધુ લોકો માર્યા ગયા છે. મરનારા લોકોમાં 15 હજારથી વધુ બાળકો સામેલ છે.

You might also like