રશિયાની દખલગીરીથી પરિવર્તન આવ્યુઃં અસદ

રશિયાની કાર્યવાહીને સમર્થન આપતાં સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે જણાવ્યું કે સિરિયાના યુદ્ધમાં રશિયાની દખલગીરીથી મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે અમેરિકાના બોમ્બમારાથી આઈઅેસ પર કોઈ અસર થઈ ન હતી. પરંત‌ુ રશિયાના બોમ્બમારાથી આઈઅેસની પીછેહઠ થઈ છે. અસદે તુર્કી દ્વારા રશિયાનું વિમાન તોડી પાડવાની ઘટનાને વખોડી છે.

IS સામે કાર્યવાહી જરૂરીઃ ઓબામા
પેરિસમાં તુર્કીના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાઅે જણાવ્યું કે રાજકીય વિવાદોથી દૂર રહી આપણે ઈસ્લામિક સ્ટેટ જેવા જેહાદી સમૂહો સામે કાર્યવાહી કરવા અંગે ધ્યાન આપવું જોઈઅે.

You might also like