સીરિયા પર અમેરિકી હૂમલા બાદ પુતિને ટ્રમ્પની ઝાટકણી કાઢી

મોસ્કો : ગુરૂવારે અમેરિકા દ્વારા સીરિયાનાં રાષ્ટ્રપતિ બશર અલ અસદનાં સૈન્ય સ્થલો પર કરવામાં આવેલ મિસાઇલ હૂમલાની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતીને નિંદા કરી છે. પુતીને ટ્રમ્પ દ્વારા કરાવાયેલા આ હૂમલાને બિનકાયદેસર ગણાવતા કહ્યું કે અમેરિકાનું આ પગલુ ઉઠાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. એટલું જ નહી પુતીને તેમ પણ કહ્યું કે આ ઘટના કારણે અમેરિકા અને રશિયાના આંતરિક સંબંધોને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા સીરિયાનાં અસદ સરકારને સૈન્ય સમર્થન આપી રહ્યું છે. આ હૂમલા બાદથી જ વિશ્વની નજર રશિયા પર ટકેલી હતી. રશિયા અને ટ્રમ્પ વચ્ચેના કથિત મિત્રતાને ધ્યાને રાખી અમેરિકી કાર્યવાહી બાદ પુતિનની પ્રતિક્રિયા પર તમામ લોકોની નજરો હતી. ક્રેમલિનનાં પ્રવક્તા દમિતિ પેસ્કોવે અમેરિકી મિસાઇલ હૂમલા પર રશિયા ખુબ જ નારાજ છે. દમિત્રીનાં અનુસાર પુતિન આ ઘટનાક્રમને સીરિયાની સંપ્રભુતા પર અમેરિકાનો હૂમલો ગણાવ્યો છે.
પુતિને કહ્યું કે અણેરિકા ઇરાકમાં થઇ રહેલા નિર્દોષ લોકોનાં મોતથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માંગે છે અને એટલા માટે જ તેણે અસદ પર મનઘડંત આરોપ લગાવીને આ હૂમલો કર્યો છે.

દમિકીએ કહ્યું કે પુતિનનું માનવું છે કે સીરિયા પર અમેરિકા દ્વારા કરવામાં આવેલ હૂમલો એક સંપ્રભુ દેશની વિરુદ્ધ દેખાડવામાં આવેલી તેની આક્રમકતા છે. તે આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરુદ્ધ અને અસદ પર લગાવાયેલા આરોપ પણ પાયાવિહોણઆ છે. આ હૂમલાની પૃષ્ટભુમિમાં બંન્ને દેશો વચ્ચે કોલ્ડવોર ચાલુ થઇ ચુકી છે. વોશિંગ્ટનનું આ પગલું અમેરિકા અને રશિયાના સંબંધોને નુકસાન પહોંચાડશે.

You might also like