સીરીયા મુદ્દે વર્લ્ડવોર? રશિયા કરી રહ્યું છે યુધ્ધની તૈયારીઓ

મોસ્કો : સીરિયા સંકટ મામલે રશિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ વિશ્વ યુધ્ધમાં બદલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રશિયા દ્વારા સૈન્યની કરવામાં આવી રહેલી તૈયારીએ યુધ્ધાના સંકેત આપી રહી છે. રશિયાના પુતિન અત્યારે તમામ નિર્ણયો ત્વરિત લઇ રહ્યાં છે. સૂત્રોના અહેવાલ અનુસાર પુતિને રશિયાના ઉચ્ચ અધિકારીઓ, રાજનેતા અને તેમના પરિવારને સ્વદેશ પરત ફરવા આદેશ આપી દીધો છે. આ સંજોગોની વચ્ચે રશિયાએ બુધવારે અંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કર્યું.

સૂત્રોને મળતી જાણકારી મુજબ રશિયાની સેનાએ જાપાનના ઉત્તરમાં આવેલી તેની સબમરીનમાંથી રોકેટનું પરિક્ષણ કર્યું. જ્યારે રશિયાના મિડીયાના અહેવાલ મુજબ ઉત્તર-પશ્ચિમ સ્થિત જગ્યામાંથી પણ મિસાઇલ છોડવામાં આવી છે. રશિયા દ્વારા પોલેન્ડ અને લિથુવાનિયા સાથે આવેલી સરહદ પર મિસાઇલ તૈનાત કરી દીધી છે. રશિયાના દ્વારા લેવામાં આવી રહેલા આ પગલાઓને આંતરરાષ્ટ્રીય સમજૂતિ કરાર તોડનારું બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ સીરિયા સંકટને લઇને રશિયા આ વખતે કોઇ સમજૂતિ કરવાના મૂડમાં જોવા મળતું નથી.

ઉલ્લેખનીય છે કે 2011થી સિરીયામાં યુધ્ધ ચાલી રહ્યું છે અને વિશ્વની બે મહાસત્તા વચ્ચે આ મુદ્દે તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકા જ્યાં અસદ વિરોધીયો સાથે છે ત્યાં રશિયા અસદ સરકારને મદદ કરી રહી છે. રશિયા એલપ્પોમાં અસદ સરકારને મદદ કરવા બોમ્બનો મારો ચલાવી રહી છે.

You might also like