સીરિયાના એલેપ્પો પર હવાઇ હુમલામાં 50નાં મોત

સીરિયાઇ કાર્યકર્તાઓનું કહેવું છે કે સરકારી બળો અને વિદ્રોહીયોથઈ ઘેરાયેલા એલપ્પોની અંદર અને આસપાસના વિસ્તારોમાં 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

આમાંથી વધારે મૃત્યુ એલેપ્પો શહેર અને તેની આસપાસના ગામમાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં થઇ છે.

બ્રિટનમાં સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સના અનુસાર વિદ્રોહિઓના કબ્જા વાળા વિસ્તારોમાં સરકારી વિમાનોનો હુમલો થયો છે જેમાં શહેરમાં 15 લોકોના મોત થયાં છે. જ્યારે સરકારના કબ્જા વાળા શહેરમાં પશ્વિમિ
વિસ્તારમાં વિદ્રોહિઓની ગોળીબારમાં સ્થાનીક નવ લોકોના મૃત્યુ થયા છે.

રશિયાએ એલેપ્પોમાં રોજે ત્રણ કલાકના સંઘર્ષ વિરામની અપીલ કરી હતી કારણ કે માનવાધિકાર કાર્યકર્તા ફસાયેલા નાગરિકો સુધી પહોંચી શકે. પરંતુ તેમ છતાં પણ તેમના બોમ્બ બ્લાસ્ટમાં લોકો મૃત્યુ પામ્યા છે.

You might also like