સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મોની વસ્તુઓ રૂ. ૨૦ કરોડમાં વેચાઈ

લોસ એન્જલિસમાં યોજાયેલી હરાજીમાં હોલિવૂડના એકશન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની યાદગાર ફિલ્મોની ઓથેન્ટિક ચીજવસ્તુઓ વેચવા માટે મુકાઈ હતી. આ વસ્તુઓ ખરીદવા માટે તેના ચાહકોએ એટલી પડાપડી કરી કે આ વસ્તુઓમાંથી ૨૦ કરોડ રૂપિયાની આવક થઈ.

આ વસ્તુઓમાં સૌથી વધુ રૂપિયા ‘રોકી’ ફિલ્મમાં સ્ટેલોને પહેરેલા કાળા રંગના લેધર જેકેટના ઉપજ્યા. આ જેકેટ ૯૯ લાખ રૂપિયામાં વેચાયું. અન્ય વસ્તુઓમાં આ જ ફિલ્મના બીજા એક પાત્ર ઈવાન ડ્રેગોએ પહેરેલો ડ્રેસ, ગ્લોવ્ઝ, શૂઝ અને સ્ટેલોનને ગિફ્ટમાં મળેલી સિલિબ્રિટી ફોર્મ્યુલા
વન હેલ્મેટનો સમાવેશ થતો હતો.

You might also like