સૈન્ય સ્કુલોનો બોયકોટ : સરકારે કહ્યું આઝાદીનાં નામે બાળકોનાં ભવિષ્ય સાથે રમત

શ્રીનગર : કટ્ટરપંથી અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ શુક્રવારે કાશ્મીરનાં લોકોને પોતાનાં બાળકોને સૈનિકોની ગુડવિલ શાળાઓમાં નહી મોકલવા માટેની અપીલ કરી હતી. ગિલાનીએ જણાવ્યું કે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના ધર્મ અને સંસ્કૃતીથી દુર થઇ જશે. આ અપીલ બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સવાલ કર્યો કે જેહાદ માટે બાળકોની શાળાઓ પણ છોડાવશો ?

જિતેન્દ્રસિંહે કહ્યું કે કાશ્મીરી યુવાનોએ અલગતાવાદી નેતાઓને પુછવું જોઇએ કે જેહાદ જો એટલી જ મહત્વપુર્ણ છે તો તે પોતાનાં બાળકોને શા માટે આમા નથી મોકલતા. આ મુદ્દે કોંગ્રેસે પણ સેનાનો પક્ષ લીધો હતો. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે જ્યારે ખીણમાં પુર આવે છે તો આર્મી તેમના માટે દેવદૂત બને એછે. ત્યારે ન તો હુર્રિયત તરફથી કે નતો ગિલાની તરફથી કોઇ નિવેદન આવે છે. આર્મીને રાહત કાર્યથી દુર રાખવી જોઇએ. હવે રાજનીતિની વાત આવે છે તો તેઓ આર્મી પર નિશાન સાધવાનું ચાલુ કરે છે.

ગિલાનીનું માનવું છે કે આ શાળાઓમાં ભણતા વિદ્યાર્થી પોતાનાં ધર્મ તથા સંસ્કૃતીથી દુર થઇ જશે. આ કારણે હુર્રિયતે અભિભાવકોને કહ્યું કે તેઓ પોતાનાં બાળકોને આ શાળાઓમાં ન મોકલ્યા. સેનાએ શિક્ષણનું સ્તર સુધારવા માટે સંપુર્ણ કાશ્મીર ખીણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આવી શાળાઓ ખોલી છે.

You might also like