ગિલાનીના નિકટના સાગરીત વટાલી પાસેથી NIAને ટેરર ફન્ડિંગ અંગે માહિતીનો ખજાનો હાથ લાગ્યો

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં ટેરર ફન્ડિંગ મામલામાં ધરપકડ કરાયેેલ શ્રીનગરના બિઝનેસમેન અને કટ્ટરવાદી હુર્રિયત નેતા સૈયદઅલીશાહ ગિલાનીના ખાસ નિકટના સાથી જહુર અહેમદ વટાલી પાસેથી સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારી જાણકારી મળી છે. વટાલી પર એવો આક્ષેપ છે કે તેણે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ, અલગતાવાદીઓ અને પથ્થરબાજોને નાણાં ભંડોળ ઉપલબ્ધ કરાવ્યું હતું.

વટાલી પર એવો પણ શક છે કે તેણે કાશ્મીર ખીણ ઉપરાંત સીમા પારની જાસૂસી સંસ્થા આઇએએસના અધિકારીઓ, કેટલાય રાજકીય નેતાઓ અને અલગતાવાદીઓ સાથે નિકટના સંબંધો અને સાંઠગાંઠ હતી. વટાલી પર એવો પણ આરોપ છે કે તેણે પોતાના બિઝનેસનો ઉપયોગ પાકિસ્તાન પાસેથી નાણાં ભંડોળ પ્રાપ્ત કરવાના એક સ્ટંટ તરીકે કર્યો હતો. પાછળથી તેણે આ નાણાં સંગઠિત રીતે અલગતાવાદીઓને પહોંચાડયા હતા. આવું કરવામાં તેણે પોતાના બેન્ક ખાતાંઓ દ્વારા હેરાફેરી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીને વટાલીની પાંચ ડાયરી હાથ લાગી છે અને તેના પગલે વટાલીની ધરપકડ થયા બાદ એનઆઇએ અધિકારીઓને ટેરર ફન્ડિંગ અંગે માહિતીનો ખજાનો હાથ લાગ્યો છે. આ ડાયરીઓમાં વર્ષોથી ચાલતા વ્ય્વહારો, રોકડ લેવડદેવડ, હવાલા કે બીજા માધ્યમ દ્વારા નાણાંની હેરફેર અને વટાલીને સીમા પારથી કઇ રીતે નાણાં મળતા હતા તેમજ તે અલગતાવાદીઓને કઇ રીતે નાણાં પહોંચાડતો હતો તેની ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. આ ડાયરી વટાલીના કેશિયર ગુલામ મહંમદ બટના ઘરેથી હાથ લાગી હતી. તેના દ્વારા વટાલીના ગિલાનીના જેવા નેતાઓ સાથે કઇ રીતે તાર જોડાયેલા છે તેનો પર્દાફાશ થયો છે.

વટાલી વગદાર બિઝનેસમેન છે અને શ્રીનગરથી ટ્રીશન ફાર્મ્સ એન્ડ કન્સ્ટ્રકશન નામની કંપની ચલાવે છે અને તેનો બિઝનેેસ યુરોપથી લઇને યુએઇ સુધી પથરાયેલો છે.

You might also like