શિયાળાના અાગમન સાથે સ્વાઈનફ્લૂનો તોળાતો ખતરો

અમદાવાદ: શિયાળાની કડકડતી ઠંડીની મોસમની શરૂઆત થઇ ચૂકી છે. ઠંડીમાં ઘાતક સ્વાઇન ફલૂ હાહાકાર મચાવતો આવ્યો છે. આ સંજોગોમાં ચાલુ વર્ષે ગત તા.રપ નવેમ્બર, ર૦૧પ સુધીમાં સ્વાઇન ફલૂએ અત્યાર સુધી ૧૩૬નો ભોગ લીધો છે.
તાવ, ઉધરસ, ખરાબ ગળું અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તાત્કા‌િલક સ્વાઇન ફલૂ અંગેની ડો્કટર પાસે તપાસ કરાવવી જરૂરી છે. કેમ કે સ્વાઇન ફલૂની સિઝનનો હવે પ્રારંભ થયો છે.

મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ વર્ષની તા.૧ જાન્યુઆરી, ર૦૧પથી લઇને ગત તા.રપ નવેમ્બર સુધીમાં કુલ ૧૩૬ દર્દી મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. સ્વાઇન ફલૂએ ગત ફેબ્રુઆરી, ર૦૧પમાં શહેરમાં કાળો કહેર મચાવ્યો હતો અને સૌથી વધુ ૭૩ દર્દીનો ભોગ લીધો હતો.

સ્વાઇન ફલૂના મ્યુનિ. કોર્પો.ની લિમિટમાં રર૦૩ કેસ અને કોર્પો.ની ‌િલમિટ બહારના ૧૧ર૩ કેસ મળી કુલ ૩૩ર૬ કેસ નોંધાયા હતા. જોકે મ્યુનિ. આરોગ્ય વિભાગના ટોચનાં સૂત્રો કહે છે કે અમદાવાદમાં સ્વાઇન ફલૂના કેસ નિયંત્રણ હેઠળ છે.

You might also like