સ્વાઇન ફ્લૂએ બાનમાં લીધું ગુજરાત, 150થી વધુના મોત

અમદાવાદ: ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગનો ખતરો વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. હાલમાં સ્વાઇન ફ્લૂએ સમગ્ર ગુજરાતને બાનમાં લઇ લીધું છે. સ્વાઇન ફ્લૂનો હાહાકાર થઇ જવાથી ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ ગઇ છે. હાલમાં સ્વાઇન ફ્લૂના કારણે 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. નોંઘનીય છે કે મ્યુનિસિપલ તિજોરીમાંથી નાગરિકોની સુખાકારી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે.

સ્વાઇન ફ્લૂના રોગને કાબૂમાં લેવા મ્યુનિ. આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ડબલ સિઝન થઇ જવાના કારણે રાજ્યભરમાં વિવિધ પ્રકારનો રોગચાળો ફેલાયો છે. પરંતુ આ વર્ષે સ્વાઇન ફ્લૂનો કેસ સૌથી વધારે ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે સ્વાઇન ફ્લૂના કેસ હજુ વધે અને મોતનો આંક પણ હજુ વધે એવી સંભાવના છે. રાજ્યના રાજકોટ, અમદાવાદ, પ્રાંતિજ, અરવલ્લી અને સુરત જેવા શહેરો સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવી ગયા છે.

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના પગલે આરોગ્ય વિભાગ સહિત આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી સતર્ક બન્યાં છે. સ્વાઈન ફ્લૂના ભરડાના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક કરી હતી. બેઠક બાદ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, સ્વાઈન ફ્લૂને અટકાવવા 2 હજાર હોસ્પિટલને કામે લગાવાવમાં આવી છે તો 17 હજાર ડોક્ટરની ટીમ સહિત 40 હજાર આશાવર્કરોને કામગીરી સોંપાઈ છે. રાજ્યમાં 680 આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. સ્વાઈન ફ્લૂ માટે રાજ્યમાં 9 લેબ કાર્યરત કરવામાં આવી છે. જેમાં વિના મૂલ્યે રિપોર્ટ કરી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 104 નંબરની હેલ્પલાઈન પણ શરુ કરવામા આવી છે જે અંતર્ગત ડોક્ટર દર્દીના ઘરે જઈને સરાવાર આપશે.

http://sambhaavnews.com/

You might also like