મેડલની પણ સદી ફટકારી ચુકેલી સ્વિમર સાયરાની આત્મહત્યા

ગાજિયાબાદ : સ્વિમિંગમાં નેશનલ લેવલની ચૈમ્પિયનશિપમાં પદકોનું શતક લગાવી ચુકેલી સ્વિમર સાયરા સિરોહીએ આત્મહત્યા કરી લીધી છે. ગાજિયાબાદની રહેવાસી સાયરા સિરોહી સ્ટેટ નહી પરંતુ નેશનલ લેવલની ચેમ્પિયન હતી. તેણે 100થી વધારે મેડલ જીત્યા હતા. પરિવારની સાથે આર.કે પુરમમાં રહેતી દેહરાદૂન પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરતી હતી. 16 વર્ષની સાયરા સિરોહીનાં પિતા જયદીપ ઉત્તર પ્રદેશ પોલીસમાં છે.
સ્વિમર સાયરાનાં મનમાં ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું એવું જનુન સવાર હતું કે તેણે પોતાની શાળાનાં સ્વિમીંગ પુલમાં સતત 15 કલાક સુધી સ્વિમિંગ કરીને તમામ લોકોને અચંબીત કરી દીધા હતા.
સાયરા ગાજિયાબાદ ખાતેની પોતાની દેહરાદુન ખાતેની પબ્લિક સ્કૂલમાં સ્વિમીંગ પુલમાં સતત 15 કલાક સુધી તરતી રહી હતી. જેનાં ફળ સ્વરૂપે તેણે 38 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું અને ત્યાર બાદ તેણે કહ્યું કે તે લંડન ઓલમ્પિકમાં દેશનાં તરફથી પ્રતિનિધિત્વ કરવા માંગે છે. તે ઇચ્છે છે કે તે ઓલમ્પિકમાં દેશનું નામ ઉન્નત કરે.
જો કે આટલી ટેલેન્ટેડ અને લડાયક મિજાજ ધરાવતી ખેલાડીએ અચાનક આત્મહત્યા કયા કારણોથી કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેણે કોઇ સુસાઇડ નોટ પણ લખી નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો કેસ દાખલ કરીને તેનાં પરિવાર તથા મિત્રોની તપાસ ચાલુ કરી છે.

You might also like