Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12 મોડલ આવી ગયાં છે. જેમાં 6 પેટ્રોલ અને 6 ડીઝલ છે. જેમાં VXI, VDI, ZXI અને ZDI વેરિયંટમાં ન્યૂ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન ગિયરબોક્સની પણ સુવિધા આપવામાં આવી છે. આ નવી કારને કંપનીએ બહાર અને અંદર બંને રીતે નવો જ લુક આપવાની કોશિશ કરવામાં આવી છે.

એક્સટીરિયરમાં આપેલા ફીચર્સઃ
બોડી કલરનાં ORVMs
ડોર હેન્ડલ
બ્લેક ફિનિશ વ્હીલ કવર

ઇંટીરિયરમાં આપવામાં આવેલ ફીચર્સ
ડિન મ્યૂઝીક સિસ્ટમ
ડુઅલ ફ્રંટ સ્પીકર
ડ્રાઇવર અને ફ્રંટ પેસેન્જર પાવર વિન્ડો
સેન્ટ્રલ લોકિંગ
રિવર્સ પાર્કિંગ સેન્સર

આ દરેક એડિશનલ એક્સેસરીઝ અને પેટનું કામ કંપનીનાં ડીલરશીપ દ્વારા જ કરાવવામાં આવશે. મારૂતિએ સ્વિફ્ટનાં ત્રીજા સંસ્કરણને આ વર્ષે 2018ની ઓટોમાં રજૂ કર્યું હતું અને આનાં સાથી ડિઝાયરને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યાં. બંને કારોએ માર્કેટમાં બરાબર ધૂમ મચાવી રહેલ છે. આ કારોની માંગ એટલી બધી છે કે અલગ-અલગ ભાગોમાં કારો પર મહીનાનું વેટિંગ ચાલે છે.

આ કારમાં ઘણાં બધાં ફીચર્સ અને ડિઝાઇન હોવા છતાં પણ આની કિંમત એક સાધારણ હૈચબેકની જેમ જ 4.99 લાખ રૂપિયા રાખવામાં આવેલ છે. આ વાતો તો થઇ બેસ મોડલની, ટોપ મોડલની જો વાત કરીએ તો કંપનીએ તેની કિંમત 8.29 લાખ રૂપિયા રાખી છે. ઉલ્લેખનીય છે કે, હૈચબેક કારોમાં આ અત્યાર સુધીની સૌથી સફળ કાર છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago