બાળકોને ખુબ ભાવશે સ્વીટ કોર્નની સબ્જી

તમારા બાળકો જો ખાવામાં થોડાક નખરાં કરતાં હોય અને તેમને શાક-રોટલી પસંદ ન હોય તો ઝટપટ બનાવો સ્વીટ કોર્નનું શાક અને રોટલી કે પરોઠાની વચ્ચે પાથરી તેનો રોલ વાળી આપી દો. તો નોંધી લો તેની રેસીપી..

સામગ્રી :
1 કપ બાફેલા સ્વીટ કોર્ન
1 ઝીણી સમારેલી ડુંગળી
2 ઝીણાં સમારેલા ટામેટા
એક ચમચી લસણ અને આદુની પેસ્ટ
એક ચમચી કાજુની પેસ્ટ
એક ચમચી લાલ મરચાનો પાવડર
એક નાની ચમચી ગરમ મસાલો
અડધી ચમચી હળદર
એક ચમચી જીરું
મીઠું સ્વાદઅનુસાર
તેલ

બનાવવાની રીત :
સૌ પ્રથમ એક કઢાઇ લઇ તેમાં તેલ નાંખીને તેને ગરમ કરો. હવે તેમાં જીરું નાંખીને વઘાર કરો. હવે તેમાં ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ નાંખીને થોડીક વાર સાંતળો. થોડીક વાર પછી તેમાં ટામેટા, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાંખો. તેમાંથી તેલ છુટે ત્યાર સુધી તેને ચઢવા દો. હવે તેમાં કાજુની પેસ્ટ નાંખીને તેને 5 મિનિટ સુધી ધીમા તાપે ચઢવો. હવે આ ગ્રેવીમાં સ્વીટ કોર્ન નાંખી દો અને અડદો કપ પાણી નાંખી 8-10 મિનીટ સુધી ચઢવા દો. જ્યારે ગ્રેવી થોડીક ગાઢ થાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે ઉપર લીલા ધાણા નાંખીને સર્વ કરો.

You might also like