સ્વીટ કોર્ન ખીર

સામગ્રી

2 કપ બાફેલા સ્વીટ કોર્ન

½ લીટર દૂધ

10 કાજૂ

½ કપ દ્રાક્ષ

5 ઇલાયચી

½ કપ ખસખસ

½ કપ બદામ

11/2 કપ ફ્રેશ ક્રીમ

1 કપ દળેલી ખાંડ

2 ચમચી ઘી

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક મિક્ચર જારમાં એક કપ સ્વીટ કોર્ન અને ખસખસને પીસી લો અને તેની પેસ્ટ બનાવી લો. ધીમી આચા પર એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થવા સાથે જ સ્વીટ કોર્નની પેસ્ટ એડ કરીને બરોબર મિક્સ કરો. દસ મિનિટ સુધી ચમચાથી સતત હલાવતા રહો. નિશ્ચિત સમય બાદ તેમાં કાજૂ, કિશમિશ, ઇલાયચી, બદામ અને દૂધ એડ કરીને ચમચાથી સતત હલાવતા રહો. જ્યારે દૂધ ઘટ્ટ થઇ જાય એટલે કે પહેલાંથી ¼ થઇ જાય ત્યારે તેમાં ખાંડ અને ક્રીમ મિક્સ કરો. હવે બાકી વધેલા સ્વીટ કોર્ન ખીરમાં મિક્સ કરો. તૈયાર સ્વીટ કોર્ન ખીરને ફ્રીજમાં ઠંડી થવા દો. પછી તેને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like