હવે ઘરે બનાવો સાવ સરળ રીતે “મકાઇનાં ઢોકળાં”

મકાઇનાં ઢોકળા બનાવવાની સામગ્રીઃ
મકાઇનાં દાણાઃ 1 કપ
દહીં: 1/2 કપ
સોજીઃ 1 કપ
મીઠું: સ્વાદ અનુસાર
મરચાંની પેસ્ટઃ 2 ટેબલસ્પૂન
પાણીઃ 1/2 કપ
ફ્રુટ સોલ્ટઃ 11/2 કપ
લીંબુનો રસઃ 1/2 ટેબલ સ્પૂન
સમારેલી કોથમીરઃ 1 ટેબલસ્પૂન
છીણેલું નારિયેળઃ 1 ટેબલસ્પૂન

મકાઇનાં ઢોકળા બનાવવાની રીતઃ
સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં મકાઇનાં દાણા અને દહીં નાખીને પીસી લેવું. ત્યાર બાદ આ બાઉલમાં સોજી, મીઠું, પાણી અને મરચાંની પેસ્ટ નાખી ખીરૂ તૈયાર કરવું. હવે આ ખીરામાં ફ્રુટ સોલ્ટ, લીંબુનો રસ અને પાણી કે જેને નાખી ફરી વાર તેને હલાવવું.

હવે એક થાળી લો. તે થાળીમાં તેલ ચોપડવું. ત્યાર બાદ આ થાળીમાં ઉપરોક્ત તૈયાર કરેલ ખીરૂ પાથરવું. હવે ખીરૂ નાખ્યા બાદ થાળીને હલાવવી. જેનાં લીધે ખીરૂ બરાબર થઇ જશે. હવે આ થાળીને ઢોકળાનાં કૂકરમાં મુકવી.

પછી ઢોકળાંને અંદાજે 10 મિનીટ સુધી કૂક થવા દેવાં. કૂક થઇ ગયા બાદ તેને ગેસ પરથી ઉતારીને તેનાં પીસ કરવાં. હવે તેને ગાર્નિશ કરવા માટે એક પ્લેટની અંદર તેનાં નાનાં નાનાં પીસ મૂકવા અને તેની ઉપર સમારેલી કોથમીર અને છીણેલું નારીયેળ નાખવું. તો લો હવે તૈયાર છે આપનાં માટે મકાઇનાં ઢોકળાં.

You might also like