દિવાળીની વધેલી મીઠાઇમાંથી બનાવો બ્રેડરોલ આ રીતે

સામગ્રી

8-10 બ્રેડ

250 ગ્રામ ગુલાબજાબુ (અથવા તો વધેલી કોઇ પણ મીઠાઇ)

2 મોટા ચમચા દૂધ

100 ગ્રામ કટ કરેલા કાજૂ

100 ગ્રામ કટ કરેલી બદામ

તળવા માટે તેલ

બનાવવાની રીતઃ એક વાસણમાં દિવાળીમાં વધેલી તમામ મીઠાઇઓને દૂધ, બદામ અને કાજૂ એડ કરીને મિક્સ કરી લો. હવે એક મોટી વાટકીમાં પાણી લઇને તેમાં 5થી 7 સેકન્ડ માટે બ્રેડ ડુબાળેલી રાખો. હવે તેને પાણીમાંથી નિકાળી હથેળીથી દબાવીને પાણી નિતારી લો. હવે બે પલાડેલી બ્રેડ લો એક પર તૈયાર કરેલ મિશ્રણ ગોઠવો અને તેની પર બીજી બ્રેડ ગોઠવી તેને રોલ વાળી લો. પરંતુ મીઠાઇ બહાર ન નિકળી જાય તેનું ધ્યાન રાખવું. આ રીતે તમામ રોલ તૈયાર કરી દો. તૈયાર રોલને ડીપ ફ્રાય કરો. મીઠા બ્રેડ રોલને ચા સાથે સર્વ કરો.

You might also like