શું તમે જાણો છો ઠંડાપીણીનું સેવન તમારી યાદશક્તિ ઘટાડી શકે છે?

જો તમે વારંવાર વસ્તુઓ ભૂલી જાવ છો તો હવે સમય આવી ગયો છે કે તમે તમારા ખાવા પર ધ્યાન આપો. આજના સમયમાં જ્યારે તમને તરસ લાગે છે. ત્યારે તમે પાણીની જગ્યાએ ઠંડા પીણા પીવો છો. જે તમારા માટે નુકશાન કરતા સાબિત થઇ શકે છે. એક સંશોધન પ્રમાણે ગળ્યા પદાર્થના સેવનથી તમારી યાદશક્તિ પર તેની અસર પડી શકે છે. ગળ્યા પદાર્થોથી સ્ટ્રોક અને ડિમેંશિયાનું જોખમ વધી જાય છે. સાથે જ આ પદાર્થો તમારી યાદશક્તિને પણ અસર કરે છે.
ગળ્યા પદાર્થોના સેવનથી યાદશક્તિ, મગનમાં વોલ્યુમની ખામી અને ખાસ કરીને હિપ્પોકેમ્પસ નાનું થઇ જાય છે. હિપોકેમ્પસ મગનનો તે ભાગ છે જે શીખવા અને યાદશક્તિ માટે જરૂરી છે. જે લોકો દિવસમાં સોડા પીવે છે. તેમને સ્ટ્રોક અને ડિમેશિયાનું જોખમ વધી જાય છે. જે લોકો આવા પદાર્થો નથી પિતા તેમનામાં આ રીતનું જોખમ ત્રણ ગણું ઓછું હોય છે.

http://sambhaavnews.com/

You might also like