મીઠી અને નમ્ર વાતોથી સ્નેહ અને બંધુત્વ વધે

સત્ય એક એવી દવા છે કે જે હંમેશાં અક્સીર જ રહી છે, પરંતુ તેના ગુણો બહુ ઓછા લોકો પારખી શક્યા છે. જો માણસ સત્ય બોલવાની ટેવ પાડે તો તે ક્યારેય બિનજરૂરી મુસીબતોમાં ફસાય નહીં. એક અસત્ય બોલો તો એને ઢાંકવા માટે તમારે બીજા એક હજાર વખત અસત્ય બોલવાનો વારો આવે છે. સત્ય બોલનાર માણસ હંમેશાં લોકોના આદરને પાત્ર બને છે. સાચી વાતચીત કરવી એ પણ એક આકર્ષક કળા છે, એ અનેક જાતની હોય છે. મીઠી અને નમ્ર વાતોથી સ્નેહ અને બંધુત્વ વધે છે, જ્યારે કડવાં અને કઠોર વચનોથી સાંભળનારને ગુસ્સા અને વીરક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે. ઘણી વાર આ વાતને કારણે કેટલીક ભૂલ માત્ર પરિવારમાં જ નહીં પણ દેશો વચ્ચે પણ લડાઈ કરાવે છે.

દરેક ધર્મ હંમેશાં સત્ય ઉપર ભાર આપે છે. નાનપણથી જ શીખ આપવામાં આવે છે કે હંમેશાં સત્ય બોલો, ખોટું બોલવું પાપ છે, પરંતુ શું આપણે હંમેશાં સાચા હોઈએ છીએ ખરા? જે સાચું બીજાને દુઃખ આપે તે સારું કઈ રીતે થઈ શકે? ઘણી વાર મિત્ર અને સગાં-સંબંધીઓ એવું સાચું કહી દે છે કે જેનાથી માત્ર પીડા જ નથી થતી, પરંતુ વ્યક્તિ પોતાનો જીવ પણ આપી દે છે, તે સત્યને પણ હલાવી દે છે.

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે સત્યને છુપાવવું ન જોઈએ. આપણે આપણા મિત્ર અથવા સંબંધીને દુઃખી ન કરવા માટે સત્ય ઉપર પડદો રાખવા દેવો જોઈએ. કોઈના લગ્નની વાત અંગેની જાણકારી પહેલાં મળી હોય તે જાહેર કરતા નથી, પરંતુ આ વાત છુપાવવાથી છુપાયેલી રહેતી નથી અને જ્યારે ખબર પડે છે ત્યારે પરેશાની ના ઈલાજ થઈ જાય છે. મનોવૈજ્ઞાનિકના મત અનુસાર સત્ય સ્વીકારવાથી તેનો ઉકેલ આવવો આસાન બની જાય છે. આમ પણ મનુષ્યની સ્થિતિ સાથે સમજૂતી કરવાની શક્તિ હોય છે. મોટા ભાગના લોકો સત્યને સાંભળવાનું પસંદ કરતા નથી. આપણી જાણીતી અનેક મહિલાઓ હંમેશાં કહેતી હોય છે કે ખોટું ન બોલો અને એ જ બહારનાં અને ઘરનાં તમામ રહસ્ય ખોલી દે છે. આપણને બીજાની વાત કહેવી ગમે છે, પરંતુ પોતાના વિશે એક પણ શબ્દ કહેવો સારો લાગતો નથી.

સંસ્કૃતની એક પંક્તિ છે, જે મુજબ ‘અપ્રિયમ્‌ સત્યમ્‌ ના બ્રૂયાત’. જે અપ્રિય હોય તેને ન બોલવું જોઈએ. માનો કે ખોટું બોલવાથી મળેલી ખુશી દુઃખમાં પલટાઈ શકે છે અને એ પણ છે કે સંબંધને સાચી રીતે નિભાવવાનો અર્થ પણ સાચું બોલવું છે. અંતમાં સત્યનેે સાંભળીનેે કહેવું તે અતિમહત્ત્વની વાત છે. ક્યારે સત્ય બોલવું અને ક્યારે સત્ય ન બોલવું તે ખબર હોય તો પણ જીવનમાં કોઈ જ વાંધો આવતો નથી, જોકે બીજાને ફાયદો થતો હોય તેવું અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.

You might also like