સ્વાતિ સિંહને ઉત્તરપ્રદેશ ભાજપ મહિલા મોર્ચાનાં અધ્યક્ષ બનાવાયા

લખનઉ : ભાજપમાંથી હાંકી કઢાયેલા નેતા દયાશંકર સિંહની પત્ની સ્વાતી સિંહને ભાજપે ઉત્તરપ્રદેશમાં મહિલા મોર્ચાનાં અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. દયાશંકર સિંહે પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ બસપા કાર્યકર્તાઓએ તેની પુત્રી પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. ત્યાર બાદ સ્વાતી સિંહે પણ સખત અંદાજમાં જવાબ આપ્યો હતો. ન્યાય માટે કોર્ટમાં પણ અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પુર્વ ભાજપ નેતા દયાશંકર સિંહે બસપા સુપ્રીમો માયાવતી પર આક્રમક ટીપ્પણી કરી હતી. ત્યાર બાદ બસપા નેતા અને કાર્યકર્તાઓએ તેની વિરુદ્ધ પ્રદર્શનો કર્યાહ તા. બીજી તરફ કાર્યકર્તાઓએ દયાશંકર સિંહની પુત્રીને પણ અપશબ્દો કહ્યા હતા. જે અંગે સ્વાતી સિંહે મોર્ચો ખોલ્યો હતો અને બસપાને જ વર્તુળમાં લાવી દીધું હતું.

સ્વાતી સિંહે દમદાર રીતે બસપા પર વળતો હૂમલો કર્યો હતો. જેનાં પગલે ભાજપે તેમની આ શક્તિનો ઉપયોગ પાર્ટી માટે કરવાનું નક્કી કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, દયાશંકર સિંહ જેલમં ગયા બદ સ્વાતી સિંહે મીડિયામાં બસપાને બેકફુટ પર ધકેલી દીધું હતું. સ્વાતીએ જે રીતે બસપાને બેકફુટ પર જવા માટે મજબુર કર્યું તેના પગલે ભાજપે મહિલા મોર્ચાનાં પ્રમુખ બનાવ્યા છે.

You might also like