સ્વાતિસિંહે કરી રાજ્યપાલ સાથે મુલાકાત : માયાવતીની મુસીબત વધી

પટના : અભદ્ર ટીપ્પણીઓની ત્રસ્ત ભાજપનાં ફરજરિક્ત નેતા દયાશંકરસિંહની પત્ની સ્વાતીસિંહે રવિવારે આ મુદ્દે ઉતરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઇક સાથે મુલાકાત યોજી હતી. સ્વાતીસિંહ અને દયાશંકરની માંએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને આવેદન સોંપ્યું હતું. લગભગ 20 મિનિટ સુધી સ્વાતી અને તેનાં પરિવાર રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી. આ આવેદનમાં તે અભદ્ર નારાઓનો પણ ઉલ્લેખ કરામાં આવ્યો છે જે માયાવતીનાં સમર્થનમાં અને તેની વિરુદ્ધ લગાવાયા હતા.

મુલાકાત બાદ સ્વાતીએ મીડિયાને જણાવ્યું કે, મે સમય આપવા માટે રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો. મે તેમની તે જ ફરિયાદ લઇને મળી હતી જેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓ મારી વાત ઉપર સુધી પહોંચાડશે. સ્વાતીએ બસપા કાર્યકર્તાઓ પર કાર્યવાહીની માંગણી પણ કરી હતી.

સ્વાતીએ જણાવ્યું કે તેમણે રાજ્યપાલને એફઆઇઆરની કોપી પણ સોંપી હતી. સ્વાતીએ કહ્યું કે તેમની માં અને દયાશંકર સિંહની માં પણ હાજર હતી. તેની પહેલા બસપા પ્રમુખ માયાવતીએ પત્રકાષ પરિષદ યોજીને દયાશંકરની માં, પત્ની અને પુત્રી અંગે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે પોતાની પાર્ટીનાં નેતા નસીમુદ્દીન સિદ્દીકીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, નસીમુદ્દીને કાંઇ ખોટુ નથી કહ્યું પરંતુ તેનાં નારાનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો.

You might also like