સાઉદીમાં સુષમા સ્વરાજે હજ કોટામાં વધારાને લઇને ‘હકૂમત’ નો આભાર માન્યો

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હાલ સાઉદી અરબની મુલાકાતે છે. વિદેશ પ્રધાને હજ કોટામાં વધારાના નિર્ણયને આવકારતા આભાર વ્યક્ત કર્યો છે. સુષમા સ્વરાજે સાઉદી અરબની સરકારને ભારતના હજ કોટમાં વધારા કરવાની બાબતે આભાર વ્યક્ત કર્યો છે. હાલમાં ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ 3 દિવસની સાઉદી મુલાકાતે છે.

સુષમા સ્વરાજે જણાવ્યું કે અમારા ભારતીય મુસ્લિમ ભાઇ અને બહેન દર વર્ષે હજ અને ઉમરાહ માટે મોટી સંખ્યામાં સાઉદી આવે છે, આ માટે 2017માં ભારતને આપવામાં આવેલ હજ કોટ માટે અહીની સરકારનો આભાર માનીએ છીએ. સુષમા સ્વરાજ હાલ અહીં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.

વિદેશ પ્રધાને જણાવ્યું કે 3 મિલિયન કરતા વધારે ભારતીયો અહી સાઉદી અરબમાં રહે છે. જેઓ અહીંની અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અહીં હાજર રહેલા સુષમા સ્વરાજે ઇન્ડિયન પેવેલિયની મુલાકાત પણ લીધી.

સુષમા સ્વરાજ સાથે સાઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલ અજીજ અલ સદાથ અને વિદેશ મંત્રી અડેલ અલ જુબેર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેસ્ટિવલમાં ભારત ગેસ્ટ ઓફ ઓનર દેશ છે અને તેનું પ્રતિનિધિત્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ કરી રહ્યાં છે. આ ફેસ્ટિવલ 1985માં શરૂ થયો હતો. આ વર્ષે કિંગ સલમાન આ ફેસ્ટિવલના સંરક્ષક છે.

You might also like